Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકાર બનતા જ ખેડૂતોનું 3 લાખ રુપિયા સુધીનું દેવું માફ કરવાની રાહુલ ગાંધીની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોડે મોડે જાગ્યા છે અને પ્રચારનું રણશિંગુ ફૂંકવા માટે સોમવારે ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ એક તરફ તૂટી રહી છે ત્યારે રાહુલ ગાંધી માટે આંતરિક વિખવાદ અને  જૂથબંધી મોટો પડકાર બની રહ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં કાર્યકરોને સંબોધન કરતાં તેમણે વચનોની લ્હà
સરકાર બનતા જ ખેડૂતોનું 3 લાખ રુપિયા સુધીનું દેવું માફ કરવાની રાહુલ ગાંધીની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોડે મોડે જાગ્યા છે અને પ્રચારનું રણશિંગુ ફૂંકવા માટે સોમવારે ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ એક તરફ તૂટી રહી છે ત્યારે રાહુલ ગાંધી માટે આંતરિક વિખવાદ અને  જૂથબંધી મોટો પડકાર બની રહ્યો છે. વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં કાર્યકરોને સંબોધન કરતાં તેમણે વચનોની લ્હાણી કરી હતી.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે  ગુજરાતના ખુણે ખુણેથી આજે બબ્બર શેર અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. અમારી લડાઇ કોઇ પાર્ટી સાથે નથી. ગુજરાતમાં ખેડૂતોના હક છીનવવાની કોશિશ થઇ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાના કારણે 3 લાખ લોકોના મોત થયા છે. તેમણે વાયદો કર્યો કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને અમે 4 લાખનું વળતર આપીશું.
રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે અને તમામ ડ્રગ્સ મુંદરા પોર્ટ પરથી જ નીકળે છે. તેમણે સવાલ કર્યો કે કેમ કોઇ કાર્યવાહી કરાતી નથી. તેમણે વચન આપ્યું કે તેઓ છોકરીઓને મફત શિક્ષણ આપશે અને ગેસનો સિલીન્ડર 500 રુપિયામાં આપશે. તેમણે કહ્યું કે ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે. તેમણે જાહેરાત કરી હતી કે અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા હતા અને સરદાર પટેલ ખેડૂતોની વિરુદ્ધમાં ક્યારેય બોલ્યા નથી. સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા. 
અમારી સરકાર બનશે તો ગુજરાતમાં 3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા બનાવીશું તેવી જાહેરાત પણ રાહુલ ગાંધીએ કરી હતી. ભાજપ અને આરએસએસએ ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની મૂર્તિ બનાવી પરંતુ ભાજપ સરકાર સરદાર પટેલની વિચારધારા વિરુદ્ધનું કામ કરે છે. તેમણે 10 લાખ સરકારી નોકરીમાં ભરતી કરવાની પણ જાહેરાત કરી હતી અને બેરોજગાર યુવાનોને 3 હજાર રિુપીયા બેરોજગારી ભથ્થુ આપવાની પણ જાહેરાત કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.