ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી, જાણો ક્યારે લેવાશે નિર્ણય
યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code) મુદ્દે ગુજરાત (Gujarat) સરકાર આજે બપોરે 3.30 વાગે મહત્વનો નિર્ણય લઇ શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે કમિટી બનાવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની સરકારની તૈયારીઓ છે. સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠકગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક છે અને આજે શનિવારે બપોરે 2 વાગે ગુજરાત સરકારની અંત
06:57 AM Oct 29, 2022 IST
|
Vipul Pandya
યુનિફોર્મ સિવિલ કોડ ( Uniform Civil Code) મુદ્દે ગુજરાત (Gujarat) સરકાર આજે બપોરે 3.30 વાગે મહત્વનો નિર્ણય લઇ શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાત સરકાર પણ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે કમિટી બનાવી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની સરકારની તૈયારીઓ છે.
સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે નજીક છે અને આજે શનિવારે બપોરે 2 વાગે ગુજરાત સરકારની અંતિમ કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે જેમાં ઘણા નીતિવિષયક નિર્ણય લેવામાં આવશે.
કેબિનેટમાં યુનિફોર્મ સિવિલ કોડનો રખાશે પ્રસ્તાવ
કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે. સુત્રોએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સરકાર ઉત્તરાખંડ સરકારની જેમ કમિટિનું ગઠન કરી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દે રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ અમલીકરણ મુદ્દે કમિટી અહેવાલ આપશે.
તમામ માટે સરખો કાયદો
યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન અને છુટાછેડા માટે એક જ કાયદો લાગુ થઇ શકે છે. બધા માટે એક જ કાયદો લાગુ થઇ શકે છે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
- બંધારણના અનુચ્છેદ 44માં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ
- એક દેશ, એક કાનૂન
- ધર્મ, જાતિ, મજહબ કે પંથના લોકો એક સમાન
- દરેક ધર્મ માટે સમાન કાયદો લાગુ પડશે
- લગ્ન બાદ છૂટાછેડા લેવા માટે એક જ કાયદો
- બાળક દત્તક લેવા, બાળકની કસ્ટડી મુદ્દે એક કાયદો
- પરિવારની સંપત્તિના ભાગ મુદ્દે એક કાયદો
- લગ્નની ઉંમર માટે એક કાયદો
- દાન મુદ્દે પણ દેશમાં એક જ કાયદો
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે, પરંતુ આજ સુધી દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.
ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪માં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ
ભારતના બંધારણના અનુચ્છેદ ૪૪માં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો સરળ ભાષામાં અર્થ થાય છે; એક દેશ, એક કાનૂન. સમાન નાગરિક સંહિતાનો અર્થ એક ધર્મ નિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મ, જાતિ, મજહબ કે પંથના લોકો માટે સમાન રીતે લાગુ પડે છે.
હાલ ધર્મોમાં અલગ અલગ કાયદા
હાલ દેશમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને ઉત્તરાધિકાર વગેરે જેવા મામલામાં જુદા-જુદા ધર્મો પ્રમાણે અલગ-અલગ કાયદાઓ છે. જેમકે હિંદુઓમાં (શીખ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ) લગ્ન અને છૂટાછેડાના મામલા ‘હિંદુ મેરેજ એક્ટ’ હેઠળ આવે છે. ઉત્તરાધિકાર અને વારસાઈના મામલામાં ‘હિંદુ સક્સેશન એકટ’ લાગુ થાય છે. જ્યારે ખ્રિસ્તીઓમાં લગ્નો અને છૂટાછેડાના મામલા માટે ‘ક્રિશ્ચયન મેરેજ એક્ટ’ અને પારસીઓ માટે ‘પારસી મેરેજ એન્ડ ડાઈવોર્સ એક્ટ’ લાગુ પડે છે.
પરંતુ મુસ્લિમ સમાજ માટે બનાવવામાં આવેલ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કોઈ પણ કાયદા કે સંહિતા હેઠળ કોડિફાઈડ નથી, પરંતુ ધાર્મિક વ્યાખ્યાઓ ઉપર આધારિત છે.
હાલ દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ લો છે. જેમકે મુસ્લિમ પર્સનલ લો.. ચાર લગ્નોની પરવાનગી આપે છે, જ્યારે હિંદુ સહિત અન્ય ધર્મોમાં માત્ર એક લગ્નનો નિયમ છે. લગ્નની ન્યૂનતમ ઉંમર કઈ હોય શકે તે મામલે પણ સમુદાયો અને ધર્મો માટે અલગ-અલગ વ્યવસ્થા છે.
લાગુ થાય તો દરેક ધર્મ માટે સમાન કાયદો
જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો દરેક ધર્મ માટે સમાન કાયદો લાગુ પડશે. જેથી લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર વગરે જેવા મામલામાં સમાન નિયમો લાગુ પડશે. ઉપરાંત મહિલાઓના પિતાની સંપત્તિ ઉપર અધિકાર જેવા મામલામાં પણ સમાન નિયમો અને કાયદાઓ લાગુ પડશે. ટૂંકમાં, આ એક એવો નિષ્પક્ષ કાનૂન છે જે કોઈ પણ ધર્મ-જાતિ મજહબ સાથે સબંધ ધરાવતો નથી.
આ મુદ્દો હંમેશા ભાજપના એજન્ડામાં
સમાન નાગરિક સંહિતા એક એવો મુદ્દો છે, જે હમેંશાથી ભાજપના એજન્ડામાં રહ્યો છે. 1989માં લોકસભાની ચૂંટણી વખતે પહેલીવાર ભાજપે પોતાના ઘોષણાપત્રમાં સમાન નાગરિક સંહિતાનો મુદ્દો સામેલ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો સમાવ્યો હતો. ભાજપનું માનવું છે કે જયાં સુધી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં ન આવે, ત્યાં સુધી લિંગ સમાનતા આવી શકે નહી.આમ જોવા જઇએ તો આઝાદી પછી સમાન નાગરિક સંહિતા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેને લાગુ કરી શકાય નથી.જો કે, ગોવાં પહેલેથી જ યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ છે. ગોવા, દેશું એકમાત્ર રાજ્ય છે જયાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે. અહીં 1961થી પોર્ટુગલ સિવિલ કોડ 1867 લાગૂ છે.
ગુજરાત સરકાર ઉત્તરાખંડની જેમ જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવા હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાની દરખાસ્ત રજૂ કરે તેવી શક્યતા છે
બધા જ નાગરીકોના સમાન અધિકારને સુરક્ષિત કરવાની જોગવાઈ
એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદૃષ્ટા સરદાર વલ્લભ ભાઈ પટેલ અને સર્વ ધર્મ, સર્વ સમાજો ને સમાન અધિકાર આપનાર આપણા સંવિધાનના ગડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરજીના મહાન વિચારોને સાચા અર્થમા સન્માન આપવા માટે યુનિફોર્મ સિવિલ કોડથી વિશેષ કોઈ વાત ના હોય શકે.આપણા સંવિધાનના અનુચ્છેદ ૪૪ ભાગ ૪માં યુનિફોર્મ સિવિલ કોડનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બધા જ નાગરીકોના સમાન અધિકારને સુરક્ષિત કરવાની જોગવાઈ છે. એક દેશમાં એક કાનુન હોય ત્યારે જ બધાને સમાન હક સમાન અધિકાર અને સમાન ન્યાય મળી શકે છે.
સંવિધાનના અનુચ્છેદ ૪૪ મુજબ સમાજમાં દરેક વર્ગને વિના કોઈ ભેદભાવ એક સરખો અધિકાર મળે, કમજોર વર્ગ હોય કે મહિલાઓ હોય એમને અધિકાર સુરક્ષિત હોવા જોઈયે. ભારતમાં વિવિધતામા એકતાના દર્શન થાય છે પણ દેશમાં જાતિ અને ધર્મના આધાર પર અલગ અલગ કાનુન અને મેરેજ એક્ટ બનેલા છે જેથી સામાજિક ઢાંચો બગડી જાય છે ન્યાયિક પ્રક્રિયામાં પણ ગણી બધી મુશ્કેલી આવે છે, આના કારણે જ યુનિફોર્મ સિવિલ કોડ જરુરી છે જેથી બધા ધર્મ જાતિ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક સમાન ન્યાય અધિકાર હક મળે અને સમાજમાં એક જ સિસ્ટમ ચાલે.
આજની કેબિનેટ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી શકે છે
Next Article