Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી જાહેર થાય તે પૂર્વે PM MODI આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વાર ગુજરાતની ત્રણ દીવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. વડોદરામાં તેમનો રોડ શો પણ યોજાશે.બપોરે વડોદરામાં રોડ શો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રવિવારે બપોરે વડોદરા આવશે અને વà
ચૂંટણી જાહેર થાય તે પૂર્વે pm modi આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વાર ગુજરાતની ત્રણ દીવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. વડોદરામાં તેમનો રોડ શો પણ યોજાશે.

બપોરે વડોદરામાં રોડ શો 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રવિવારે બપોરે વડોદરા આવશે અને વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધી તેઓ ભવ્ય રોડ શો યોજશે. ત્યારબાદ તેઓ લેપ્રસી મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
વડોદરા ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડીયા જશે. તેઓ કેવડીયામાં રાત્રિ રોકાણ કરશે.
31મીએ કેવડિયામાં એકતા પરેડમાં હાજરી
31મી ઓક્ટોબરે સોમવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપશે અને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ટ્રેઇની આઇપીએસ અધિકારીઓને સંબોધન કરશે. 

થરાદમાં વિકાસકાર્યોનું લોકાર્પણ 
કેવડીયા ખાતેથી પીએમ મોદી સોમવારે બપોરે બનાસકાંઠાના થરાદ ખાતે જશે અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. જાહેસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી સાંજે અમદાવાદ પહોંચશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 
1લી નવેમ્બરે માનગઢ અને જાંબુઘોડામાં જનસભા
ત્યારબાદ પહેલી નવેમ્બર મંગળવારે પીએમ મોદી ગાંધીનગરથી રાજસ્થાન જશે અને માનગઢમાં જનસભાને સંબોધન કરશે. ત્યાંથી તેઓ પંચમહાલના જાંબુઘોડા જશે અને ત્યાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. જાંબુઘોડાથી તેઓ ગાંધીનગર જશે અને સાંજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા દિવાળી કાર્યક્રમમાં ભાગ લેશે
ભાજપના કાર્યકરોને સંબોધન કરશે
પીએમ મોદી દિવાળી મિલન કાર્યક્રમમાં ગુજરાતના 182 વિધાનસભા બેઠકના ભાજપના લાખો કાર્યકરોને સંબોધન કરશે. આ કાર્યક્રમ બાદ તેઓ રાત્રે 8 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. 
Advertisement
Tags :
Advertisement

.