Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મનીષ સિસોદીયાને માલૂમ થાય કે PM MODIએ ગુજરાતમાં 2003માં શાળા પ્રવેશોત્સવ શરુ કરાવ્યો હતો

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા (Manish Sisodia)એ મૂર્ખતાપૂર્ણ ટ્વિટ કરીને ફરી એક વાર પોતાનું અજ્ઞાન સાબિત કર્યું છે. મનીષ સિસોદીયાએ ટ્વિટ કરતાં કહ્યું કે મોદીજી  આજ પહેલી વાર ગુજરાતના બાળકો સાથે સ્કૂલમાં જઇને બેઠા...મનીષ સિસોદીયાનું જૂઠ્ઠાણું ફરી એક વાર પકડાયું છે. વાસ્તવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 2003માં જ શાળા પ્રવેશોત્સવ યોજ્યો હતો અને સ્કૂલમાં જઇને બાળકોને અભ્
મનીષ સિસોદીયાને માલૂમ થાય કે pm modiએ ગુજરાતમાં 2003માં શાળા પ્રવેશોત્સવ શરુ કરાવ્યો હતો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા (Manish Sisodia)એ મૂર્ખતાપૂર્ણ ટ્વિટ કરીને ફરી એક વાર પોતાનું અજ્ઞાન સાબિત કર્યું છે. મનીષ સિસોદીયાએ ટ્વિટ કરતાં કહ્યું કે મોદીજી  આજ પહેલી વાર ગુજરાતના બાળકો સાથે સ્કૂલમાં જઇને બેઠા...મનીષ સિસોદીયાનું જૂઠ્ઠાણું ફરી એક વાર પકડાયું છે. વાસ્તવમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 2003માં જ શાળા પ્રવેશોત્સવ યોજ્યો હતો અને સ્કૂલમાં જઇને બાળકોને અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. 

 આમ આદમી પાર્ટીના જૂઠ્ઠાણાંની ભરમાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી અને તેમના નેતાઓ ગુજરાતમાં રોજ નવા નવા જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે અને લોકોને ભરમાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જૂઠ્ઠું બોલવામાં પાવરધા આમ આદમી પાર્ટીના નેતાઓ  સહેજ પણ વિચારતા નથી કે તેઓ શું બોલી રહ્યા છે અને વાસ્તવિક્તા શું છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા સહિતના નેતાઓ ગુજરાતની પ્રજાને ભરમાવવા માટે  રોજ જુઠ્ઠી વાતો ફેલાવી રહ્યા છે અને તે વાત ફરી એક વાર પુરવાર થઇ છે. 

મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી જૂઠ્ઠાણું ફેલાવ્યું
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને જૂઠ્ઠાણું ફેલાવ્યું હતું કે મોદીજી આજે પહેલી વખત ગુજરાતના બાળકોની સાથે સ્કૂલમાં જઇને બેઠા છે. 27 વર્ષ પહેલા જો આ શરુ કર્યું હોત તો આજે ગુજરાતના દરેક બાળકોને, શહેરથી લઇને ગામડા સુધીના દરેક બાળકને શાનદાર શિક્ષણ મળતું હોત. દિલ્હીમાં 5 વર્ષમાં થઇ શક્તું હોય તો...
Advertisement

સિસોદીયા શિક્ષણ મંત્રી છતાં અજ્ઞાની
મનીષ સિસોદીયાનું આ ટ્વિટ જ દર્શાવે છે કે મનિષ સિસોદીયા ખુદ શિક્ષણ મંત્રી હોવા છતાં કેટલું બધું અજ્ઞાન ધરાવે છે અને જૂઠ્ઠાણું ફેલાવવામાં તેઓ કેટલા પાવરધા છે. સતત જૂઠ્ઠું બોલવું હવે તેમનો સ્વભાવ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તેમને ખબર જ નથી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે 2003માં ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે શાળાપ્રવેશોત્સવની શરુઆત કરાવી હતી અને પોતે જ ગામડાઓની સ્કુલમાં જતા હતા. 

2003માં પીએમશ્રીએ શાળા પ્રવેશોત્સવની શરુઆત કરી હતી
મનીષ સિસોદીયા તે સમયે કદાચ રાજકારણમાં પણ નહીં હોય અને તેથી જ તેઓ જાણતા નથી કે 2003માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ યોજવાની શરુઆત કરી હતી અને તે સિલસિલો હજું પણ ગુજરાતમાં ચાલે છે. શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને ગુજરાતના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, જીલ્લા પંચાયતના આગેવાનો તથા વહિવટી તંત્રના અધિકારીઓ જોડાતા હતા. મુખ્યમંત્રી હોવા છતાં નરેન્દ્ર મોદી ખુદ આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં જતા હતા અને ગામડાના બાળકોને શાળામાં જઇને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપતા હતા અને તેમના ગરીબ મા બાપોને પણ સમજાવતા હતા. તેઓ રીતસર ગરીબ મા બાપો સમક્ષ ભીખ માગીને વચન માગતા હતા કે તેઓ તેમના બાળકને ભણાવશે. 
પીએમ બાળકો અને તેમના વાલીઓને સમજાવતા હતા
મનિષ સિસોદીયાને એ વાતની ખબર નહીં હોય કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આખુ વહિવટીતંત્ર ગુજરાતના ગામે ગામની શાળાઓ ખૂંદી વળતું હતું અને બાળકોને સ્કૂલમાં જઇને અભ્યાસ કરવા સમજાવતા હતા. તેમને વિવિધ પ્રકારની મદદ કરતા હતા. 


આજે પણ પીએમ એ જ બાળકોને મળ્યા જેમને તેમણે સ્કૂલમાં મોકલ્યા હતા
આજે જ્યારે મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સનો વડાપ્રધાનશ્રીએ પ્રારંભ કરાવડાવ્યો ત્યારે તેમને શાળાના કેટલાક બાળકો મળ્યા હતા. ખુદ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે તેમણે જ્યારે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો ત્યારે જે બાળકોને તેમણે આંગળી પકડીને શાળામાં લઇ ગયા હતા તે બાળકો જ આજે તેમને મળ્યા હતા. જે બાળકોને મુખ્યમંત્રી 2003માં શાળામાં લઇ ગયા હતા તે જ બાળકો તેમને આજે મળતાં તેઓ પણ રોમાચીંત થઇ ગયા હતા.


પીએમએ શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કર્યું
મનિષ સિસોદીયાને એમ પણ ખ્યાલ નહીં હોય કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કર્યું હતું. તેમણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે અને શિક્ષકોનું અધ્યાપન કાર્ય શ્રેષ્ઠ બને તે માટે ગુણોત્સવ પણ શરુ કરાવ્યો હતો. રાજ્યની તમામ શાળાઓ આધુનિક બને અને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટેના પ્રયાસો કર્યા હતા. તેમણે નવી શાળાઓ બનાવી અને શિક્ષકોની પણ ભરતી કરી હતી


શાળાઓમાં પણ વધારો થયો
મુખ્યમંત્રી તરીકે રહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો શિક્ષણ પ્રત્યેનો લગાવ હતો અને તેથી તેમણે શિક્ષણ માટે જે કાર્યો કર્યા હતા તેના કારણે રાજ્યમાં 2001-02માં 39943 શાળાઓ હતી જેમાં અત્યારે વધારો થઇને 2020-21માં 54444 શાળાઓ થઇ ગઇ છે. 2001-02માં 8253641 વિદ્યાર્થીઓ હતા તેના બદલે અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 11307994 થઇ ગઇ છે. 

ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો
આજે ગુજરાતની શાળાઓમાં ડ્રોપ રેટ એશિયા પણ ઘટ્યો છે. 2001-02માં ધોરણ 1થી 5માં ડ્રોપ આઉટ રેશિયો 20.50 હતો જે ઘટીને હાલ 1.32 થઇ ગયો છે. જ્યારે 2001-02માં ધોરણ 1થી 8માં ડ્રોપ આઉટ રેશિયો 37.22 હતો તે હાલ 3.07 થઇ ગયો છે. 
શિક્ષણમાં અનેક સુધારા
આજે શિક્ષણ ક્ષેત્રે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, સ્કૂલ મોનિટરીંગ એપ, શાળા કક્ષાએ ઓનલાઇન એપ, ઓરલ રીડીંગ ફ્લુઅન્સી માટેનું ઓનલાઇન એપ, વિધ્યા સમિક્ષા કેન્દ્ર, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ઇ કન્ટેન્ટ દ્વારા શિક્ષણ, શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ તથા ઓનલાઇન અને ડીજીટલ શિક્ષણ અપાઇ રહ્યું છે. 
Tags :
Advertisement

.