વિશ્વાસનો કેજરીવાલ પાર ડગ્યો વિશ્વાસ કહ્યું , કેજરીવાલ ખાલિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બનવા માંગતા હતા
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે પંજાબની તમામ 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણીની રેસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આ દરમિયાન કુમાર વિશ્વાસનું સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવતા વિશ્વાસે કહ્યું કે 'આ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કેજરીવાલ પંજાબના મુખ્à
પંજાબમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે પંજાબની તમામ 117 વિધાનસભા સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણીની રેસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આ દરમિયાન કુમાર વિશ્વાસનું સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવતા વિશ્વાસે કહ્યું કે 'આ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી અથવા સ્વતંત્ર રાષ્ટ્ર (ખાલિસ્તાન)ના પ્રથમ વડાપ્રધાન બનવા માંગતા હતા. ભગવંત માન (આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો) માત્ર એક કઠપૂતળી છે.
બુધવારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલ સત્તા માટે કંઈ પણ કરી શકે છે. બધાએ સમજવું જોઈએ કે, પંજાબ રાજ્ય નથી પણ લાગણી છે. આવી સ્થિતિમાં, આવા માણસ (અરવિંદ કેજરીવાલ) જેમને મેં પણ કહ્યું હતું કે, તે દેશની બહારના અલગતાવાદી સંગઠનો સહારો ન લે, પરંતુ પછી તેણે કહ્યું કે, બધું થઈ ગયું છે. તમે ચિંતા ન કરો અને તમે સીએમ કેવી રીતે બનશો, આ માટે તેમની પાસે એક ફોર્મ્યુલા પણ તૈયાર છે. આજે પણ તે એ જ રસ્તા પાર ચાલી રહ્યા છે.
કુમાર વિશ્વાસે વધુમાં કહ્યું કે 'કાં તો સીએમ બનાવવામાં આવશે અથવા તો કઠપૂતળી બનાવવામાં આવશે. એક દિવસ એ મને કહે છે કે, હું પંજાબનો સીએમ બનીશ, મેં કહ્યું કે, અલગતાવાદીઓ દેશને તોડી રહ્યા છે, પછી કહે છે કે ' તો શું થયું , હું સ્વતંત્ર દેશ (ખાલિસ્તાન)નો પહેલો વડાપ્રધાન બનીશ.
Advertisement