Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારમાં મંત્રી પદ પર શોભાવી ચૂકેલા આ દિગ્ગજ નેતાઓ નહી લડે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા સરકારમાં ઉચ્ચ પદો શોભાવી ચૂકેલા અનેક મોટા નેતાઓએ સ્વૈચ્છિક રીતે ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે.ભાજપના સિનિયર નેતાઓએ સ્વૈચ્છાએ સામેથી ચૂંટણી નહી લડી અને નવા લોકોને તક આપવા માટે આ નિર્ણય કર્યો છે.આ સિનિયર નેતાઓ નહી લડે ચૂંટણીપૂર્વ મુખ્યમંત્રી વિજયàª
02:43 PM Nov 09, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા સરકારમાં ઉચ્ચ પદો શોભાવી ચૂકેલા અનેક મોટા નેતાઓએ સ્વૈચ્છિક રીતે ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો છે.
ભાજપના સિનિયર નેતાઓએ સ્વૈચ્છાએ સામેથી ચૂંટણી નહી લડી અને નવા લોકોને તક આપવા માટે આ નિર્ણય કર્યો છે.
આ સિનિયર નેતાઓ નહી લડે ચૂંટણી
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
  • પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
  • પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • પૂર્વ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ
  • પૂર્વ મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ
  • પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ
નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ: વિજય રૂપાણી
બધાના સહકારથી મેં 5 વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. આ ચૂંટણીઓમાં નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ. હું ચૂંટણી લડીશ નહીં, મેં સિનિયરોને પત્ર મોકલ્યો અને દિલ્હી પહોંચાડ્યો. અમે પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું.
હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો: નીતિનભાઈ પટેલ
વિજયભાઈ રૂપાણી બાદ નીતિનભાઈ પટેલે પણ જણાવ્યું છે કે, હું ચૂંટણી નહીં લડું. નીતિન પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો.
અન્ય કાર્યકર્તાઓને તક મળવી જોઈએ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
હું વિધાનસભાની ચૂંટણી નહીં લડીશ અને આ વાત પક્ષના વરિષ્ઠ નેતા સમક્ષ કરી છે. મેં નક્કી કર્યું છે કે અન્ય કાર્યકર્તાઓને તક મળવી જોઈએ. હું અત્યાર સુધી 9 વખત ચૂંટણી લડ્યો છું. હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું.
સ્વૈચ્છાએ ચૂંટણી નથી લડવા માંગતો: પ્રદિપસિંહ જાડેજા
હું વટવા વિધાનસભા બેઠકનો ધારાસભ્ય છું. મને પાર્ટી દ્વારા ચાર વખત ધારાસભ્ય તરીકે અને રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે કામ કરવાની મોટી તક આપવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણી 2022માં હું સ્વૈચ્છાએ લડવા માંગતો નથી.
આ પણ વાંચો - રાજ્યની ચૂંટણી પૂર્વે આવ્યા સૌથી મોટા સમાચાર, પૂર્વ CM વિજયભાઈ રૂપાણી અને પૂર્વ Dy.Cm નીતિનભાઈ પટેલ નહીં લડે ચૂંટણી
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElection2022BJPGujaratGujaratAssemblyElection2022GujaratFirstNitinPatelvijayrupani
Next Article