Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવતી કાલે મતગણતરી, તૈયારીઓને આખરીઓપ અપાયો

અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા મોડાસા બાયડ અને ભિલોડા બેઠક માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. જિલ્લામાં શરેરાશ મતદાન 67.34% થયું છે. જે પૈકી સૌથી વધુ બાયડ બેઠક ઉપર 69.99%, મોડાસામાં 67.99 જયારે ભિલોડા બેઠક ઉપર 65.07% મતદાન થયું છે.મોડાસા એન્જીનિયરિંગ કોલેજમાં મતગણતરીજિલ્લાના કુલ 8.30 લાખ મતદારો પૈકી 5.59 લાખ મતદારોએ બીજા તબક્કામાં મતદાન કરી સમગ્ર જિલ્લાની ત્રણ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ આપ અને અà
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવતી કાલે મતગણતરી  તૈયારીઓને આખરીઓપ અપાયો
અરવલ્લી જિલ્લાની ત્રણ વિધાનસભા મોડાસા બાયડ અને ભિલોડા બેઠક માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. જિલ્લામાં શરેરાશ મતદાન 67.34% થયું છે. જે પૈકી સૌથી વધુ બાયડ બેઠક ઉપર 69.99%, મોડાસામાં 67.99 જયારે ભિલોડા બેઠક ઉપર 65.07% મતદાન થયું છે.
મોડાસા એન્જીનિયરિંગ કોલેજમાં મતગણતરી
જિલ્લાના કુલ 8.30 લાખ મતદારો પૈકી 5.59 લાખ મતદારોએ બીજા તબક્કામાં મતદાન કરી સમગ્ર જિલ્લાની ત્રણ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય પક્ષોના 30 ઉમેદવારોનું ભાવી મતપેટીઓમાં કેદ કર્યું છે ત્યારે આ ઉમેદવારોના ભાવીનો ફેસલો એટલેકે મતગણતરી આવતીકાલે જિલ્લા મથક મોડાસા ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજ ખાતે થનાર છે ત્યારે આ ગણતરીને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
29 રાઉન્ડમાં મતગણતરી
આવતીકાલે યોજાનાર મતગણતરીને લઈ વહીવટી તંત્રએ મતદાન બાદથી તૈયારીઓ શરુ કરી પૂર્ણ કરી દીધી છે મતગણતરીની કામગીરી વહેલામાં વહેલીતકે પૂર્ણ થાય એ રીતે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે ત્રણે વિધાનસભા બેઠક ના કુલ 1366 EVM VVPATની કુલ 14 ટેબલ પર 29 રાઉન્ડમાં.ગણતરી યોજાશે જે માટે કર્મચારીઓનો સટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે.
સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠકના 1062 મતદાન કેન્દ્રો પરથી તમામ 1366 EVM મશીન ચુસ્ત સુરક્ષા સાથે મોડાસા એન્જીનીયરીંગ કોલેજ ખાતે લવાયા છે અને સ્ટ્રોંગ રૂમમાં પોલીસ જાપ્તા હેઠળ સુરક્ષિત મુકવામાં આવ્યા છે મત ગણતરી સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ ગણતરી સ્થળે 130 પોલીસ, 2 ડીવાયએસપી અને એક એસપી દ્વારા સંપૂર્ણ મતગણતરી સ્થળે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે જયારે પરિણામ બાદ વિજય સરઘસ માટે પણ પોલીસ દ્વારા અલાયદું આયોજન ગોઠવી કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.