Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'આપ'ના વધુ એક 'દાગી' ઉમેદવાર, જેની સામે 24 ગુના નોંધાયા છે

સ્વચ્છ રાજકારણ (Politics)ની વાતો કરનારી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે તે હવે ફરી એક વાર જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા દેવગઢબારીયા( Devgarhbaria) ના ઉમેદવાર સામે 24 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. 'આપ'ના બતાવવાના અને ચાવવાના દાંત અલગ આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણની વાતો કરવામાં આવà«
 આપ ના વધુ એક  દાગી  ઉમેદવાર  જેની સામે 24 ગુના નોંધાયા છે
સ્વચ્છ રાજકારણ (Politics)ની વાતો કરનારી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે તે હવે ફરી એક વાર જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા દેવગઢબારીયા( Devgarhbaria) ના ઉમેદવાર સામે 24 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. 
'આપ'ના બતાવવાના અને ચાવવાના દાંત અલગ 
આમ આદમી પાર્ટી દ્વારા હંમેશા સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચારમુક્ત રાજકારણની વાતો કરવામાં આવે છે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો જોતાં આમ આદમી પાર્ટી માત્ર વાતો જ કરે છે પણ તેનો અમલ કરતી નથી તે પુરવાર થયું છે. થોડા સમય પહેલા વેજલપુર બેઠક અને ગીર સોમનાથ બેઠકના ઉમેદવારો પણ વિવાદમાં ફસાયા હતા જ્યારે હવે આપના વધુએક ઉમેદવાર વિવાદમાં ફસાયા છે. 
ભારતસિંહ વાખળા સામે 24 ગુના
આમ આદમી પાર્ટીએ દેવગઢબારીયા બેઠક પર ભારતસિંહ વાખળાના નામની જાહેરાત કરી છે. જો કે આમ આદમી પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ અને કાર્યકરોની પાર્ટી છે તેવી વારંવાર જાહેરાત કરે છે પણ દેવગઢબારીયાના ઉમેદવાર ભારતસિંહ વાખળા સામે 24 કેસ નોંધાયેલા છે. 24 કેસ નોંધાયેલા હોવા છતાં આમ આદમી પાર્ટીએ કશું પણ વિચાર્યા વગર જ તેમને ઉમેદવાર બનાવી દીધા છે જેથી આ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. 

મોટાભાગના પ્રોહિબીશનના ગુના
ભારતસિંહ વાખળા સામે 24 ગુના નોંધાયેલા છે. તેઓ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટી દ્વારા તેમને દેવગઢબારીયામાંથી ટિકીટ આપવામાં આવી છે. સ્વચ્છ રાજકારણની વાતો કરતી આમ આદમી પાર્ટીએ  જે ભારતસિંહ વાખળાને ટિકીટ આપી છે તેમની સામે મોટાભાગના ગુના પ્રોહિબીશનના નોંધાયેલા છે અને એટલું જ નહીં પણ તેઓની પાસા હેઠળ પણ અટકાયત કરાઇ હોવાનું બહાર આવ્યું છે. ગુનેગારોને ટિકીટ આપવાની પરંપરા આમ આદમી પાર્ટીએ પણ જાળવી રાખી છે. આપના આગેવાનો દ્વારા સતત એવું કહેવામાં આવે છે કે તેઓ સ્વચ્છ રાજકારણ માટે રાજકારણમાં પ્રવેશ્યા છે પણ જ્યારે અમલ કરવાની વાત આવે ત્યારે તેઓ તેમની જ વાતનો અમલ કરતા નથી તે હવે પુરવાર થયું છે. 
Advertisement
Tags :
Advertisement

.