Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં મનીષ સિસોદીયા મુકાયા ક્ષોભજનક સ્થિતિમાં, જાણો શું થયું

રાજ્યનાં રેવડી કલ્ચર દ્વારા પ્રકાશમાં આવનારી આમ આદમી પાર્ટીના વળતાં પાણી જોવા મળી રહ્યા છે. વડોદરા બાદ હવે અંબાજીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ઝટકો લાગ્યો છે. નવલાં નોરતાના પહેલા દિવસે જ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ક્ષોભજનક સ્થિતીમાં મુકાવવું પડ્યું હતું. અંબાજીમાં મનીષ સિસોદીયા સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા જેથી મનીષ સિસોદીયા અને આમ આદમી પાર્ટીના નેતાઓની સ્
અંબાજીમાં મનીષ સિસોદીયા મુકાયા ક્ષોભજનક સ્થિતિમાં  જાણો શું થયું
રાજ્યનાં રેવડી કલ્ચર દ્વારા પ્રકાશમાં આવનારી આમ આદમી પાર્ટીના વળતાં પાણી જોવા મળી રહ્યા છે. વડોદરા બાદ હવે અંબાજીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને ઝટકો લાગ્યો છે. નવલાં નોરતાના પહેલા દિવસે જ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ક્ષોભજનક સ્થિતીમાં મુકાવવું પડ્યું હતું. અંબાજીમાં મનીષ સિસોદીયા સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા જેથી મનીષ સિસોદીયા અને આમ આદમી પાર્ટીના નેતાઓની સ્થિતી કફોડી બની હતી.

અંબાજીમાં લાગ્યા મોદી-મોદીના નારા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે અંબાજી ખાતે પહોંચ્યા હતા. તેઓ નવલા નોરતાંના પ્રારંભ મા અંબાને શિશ ઝુકાવવા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. જો કે તેમના આગમન સમયે જ  અંબાજીમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.  મનીષ સિસોદિયાની હાજરીમાં લોકોએ  મોદી-મોદીના નારા લગાવતાં તેઓની હાલત ખરાબ થઇ ગઇ હતી.  નવરાત્રીના પ્રથમ નોરતે જ  સિસોદિયા અંબાજીમાં પહોંચ્યા હતા અને તેમને ઝટકો મળ્યો હતો. 
વડાપ્રધાનશ્રીની લોકપ્રિયતાનો પરચો મળ્યો
વડોદરા બાદ અંબાજીમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓને  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો પરચો મળ્યો હતો.  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અંબાજી મુલાકાત દરમિયાન જ  મોદી-મોદીના નારા લાગ્યા હતા જેથી તેમને પણ અંદાજ આવી ગયો હતો કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અંબાજીમાં પણ એટલા જ લોકપ્રિય છે જેવા લોકપ્રિય આખા રાજ્યમાં છે. 
વડોદરામાં પણ લાગ્યા હતા મોદી-મોદીના નારા
આમ આદમી પાર્ટીને ફરી એક વાર રાજ્યમાં ઝટકો લાગ્યો છે અને તેના નેતાઓ જ્યાં જાય ત્યાં લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક સ્થળે આમ આદમી પાર્ટીના નેતાઓને જાકારો મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તાજેતરમાં વડોદરાની મુલાકાતે હતા ત્યારે પણ વડોદરા એરપોર્ટ પર તેમની હાજરીમાં મોદી મોદીના નારા લાગ્યા હતા. અરવિંદ કેજરીવાલ જેવા વડોદરા એરપોર્ટ પર આવ્યા કે તુરત જ ત્યાં હાજર રહેલા લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.  
વડાપ્રધાનની લોકપ્રીયતા એટલી બધી છે કે લોકોએ  મોદી મોદીના નારા લગાવ્યા હતા જેથી વડોદરામાં કેજરીવાલ અને અંબાજીમાં સિસોદીયા ક્ષોભજનક સ્થિતીમાં મુકાયા હતા. રાજ્યમાં હવે આપ માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. સિસોદીયા પહેલા નોરતે મા અંબાના ચરણે શિશ ઝુકાવવા પહોંચ્યા ત્યારે મોદી મોદી ના નારા લાગતા આમ આદમી પાર્ટીના નેતાઓ વિમાસણમાં મુકાઇ ગયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.