Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસમાં ઉમેદવારો વિશે ભારે માથાપચ્ચી, ઘણી બેઠકોમાં ખેંચતાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે (BJP) પહેલા અને બીજા તબક્કાના મળીને 160 ઉમેદવારો (Candidate)નું લિસ્ટ જાહેર કર્યું છે જ્યારે કોંગ્રેસ (Congress)ના અત્યાર સુધી બે યાદીમાં 89 ઉમેદવારોના નામે જાહેર કર્યા છે. જો કે સમાચાર મળી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે કોંગ્રેસમાં ભારે માથાપચ્ચી ચાલી રહી છે અને તેના કારણે હજું પણ ઘણી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઇ શક્યા નથી
04:09 AM Nov 11, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે (BJP) પહેલા અને બીજા તબક્કાના મળીને 160 ઉમેદવારો (Candidate)નું લિસ્ટ જાહેર કર્યું છે જ્યારે કોંગ્રેસ (Congress)ના અત્યાર સુધી બે યાદીમાં 89 ઉમેદવારોના નામે જાહેર કર્યા છે. જો કે સમાચાર મળી રહ્યા છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે કોંગ્રેસમાં ભારે માથાપચ્ચી ચાલી રહી છે અને તેના કારણે હજું પણ ઘણી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઇ શક્યા નથી. 
 પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 21 ઉમેદવારો વિશે કમઠાણ
કોંગ્રેસ દ્વારા 27 વર્ષનો વનવાસ દુર કરી રાજ્યમાં સત્તા સુધી પહોંચવાનું લક્ષ્ય સેવવામાં આવ્યું છે પણ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે કોંગ્રેસમાં ભારે કમઠાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના મિશન 2022ના ઉમેદવાર બનવા ભારે મગજમારી ચાલી રહી છ. સુત્રોએ કહ્યું કે પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૈકી 21 બેઠકો ઉપર કોંગ્રેસમાં કમઠાણ ચાલી રહ્યું છે અને કોને ટિકિટ મળશે તે વિશે ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. 
સૌરાષ્ટ્રની 15 બેઠકો પર મગજમારી
કોંગ્રેસમાં હાલ સૌથી વધુ સૌરાષ્ટ્રની 15 બેઠકોના ઉમેદવાર માટે ભારે માથાપચ્ચી ચાલી રહી છે.  જ્યારે  દક્ષિણ ગુજરાતની 5 અને કચ્છની 1 બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. મહેસાણા જીલ્લામાં પણ કોંગ્રેસ હજુ સુધી 5 બેઠકના નામ જાહેર કરી શકી નથી.
વર્તમાન ધારાસભ્ય વિશે ચર્ચા
ઘણી બેઠકો પર વર્તમાન ધારાસભ્યને રિપિટ કરવામાં આવે કે કેમ તે અંગે ભારે મથામણ ચાલી રહી છે. સુત્રોએ કહ્યું કે કચ્છની રાપર બેઠકના વર્તમાન ધારાસભ્યને રીપીટ કરવા અંગે અસમંજસ જોવા મળી રહી છે. 
દક્ષિણ ગુજરાતની બેઠકોના ઉમેદવાર પણ બાકી
બીજી તરફ દક્ષિણ ગુજરાતની 5 બેઠકો ઉપર પણ કોંગ્રેસની નજર રહી છે અને અને આ બેઠકો અંકે કરવા માટે પોતાના સમીકરણ ગોઠવી રહી છે. ઉપરાંત નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી અને ધરમપુરનાં ઉમેદવાર નક્કી કરવાના પણ હજું બાકી છે. 
સૌરાષ્ટ્રમાં ભારે ખેંચતાણ 
આ ઉપરાંત સૌરાષ્ટ્રની 15 બેઠકો પર પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે ઉમેદવારની જાહેરાત બાકી રહી છે.  ભાવનગર રૂરલ, ભાવનગર ઇસ્ટ અને બોટાદ બેઠક પર ટિકિટનો જંગ યથાવત્જોવા મળી રહ્યો છે જ્યારે ધ્રાંગધ્રા, વઢવાણ અને મોરબી બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર અંગેનો નિર્ણય પણ કરી શકાયો નથી. 
સૌરાષ્ટ્રની રાજકોટ ઇસ્ટ, રાજકોટ વેસ્ટ અને જામનગર ગ્રામ્યની બેઠક માટે કોંગ્રેસમાં મંથન ચાલુ છે તથા દ્વારકા, તાલાળા અને ધારી બેઠક માટે દાવેદારી આમને સામને હોવાનું જાણવા મળે છે. ગારીયાધાર અને કોડીનાર બેઠકના ઉમેદવાર અંગે કોંગ્રેસ હજુ અનિર્ણિત છે.  કોડીનાર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય હોવા હજું  નિર્ણય લેવાયો નથી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ગુજરાતમાં એક્ઝિટ પોલ પર આ તારીખ સુધી પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો
Tags :
AssemblyElectionAssemblyElection2022CongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article