Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુવરાજસિંહનો મોટો ધડાકો, 'હું બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું..'

ભાવનગરના ડમીકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આવનાર દિવસોમાં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને યુવરાજ સિંહે કહ્યું, વર્તમાનમાં રાજ્યસરકાર દ્વારા જે...
યુવરાજસિંહનો મોટો ધડાકો   હું બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું

ભાવનગરના ડમીકાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આવનાર દિવસોમાં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને યુવરાજ સિંહે કહ્યું, વર્તમાનમાં રાજ્યસરકાર દ્વારા જે કૌભાંડ રોકવા માટે SITની રચના કરી છે તે સરહનીય કામગીરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ નિર્ણયને આવકારીએ છે. જો SIT નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે તો ચોક્કસપણે ઘણા મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવશે. મારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આ સિસ્ટમમાંથી સડો દૂર થાય અને સાચા અને મહેનતું ઉમેદવારોને ન્યાય મળે.

Advertisement

તેમણે કહ્યું, ડમીકાંડમાં અમુક નામોનું હું પુષ્ટિ કરી શક્યો છું. આ તમામ નામો હું SIT ને કોઇપણ વિશ્વાસુ અને ગુપ્ત માધ્યમથી પહોંચાડી દઈશ. આ તમામ નામો જે અમે ગુજરાત ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ એના ભાગરૂપે અને એક જ ભરતી એટલે કે નજીકના સમયમાં લેવાયલ MPHW ને લઈને છે. જેમાં હજી નિમણુંક મળી નથી પરંતુ એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને જિલ્લા પસંદગી સુધીની તમામ પ્રોસેસ થઈ ચૂકી છે.

જાડેજાએ કહ્યું છે કે, તમામ નામોની અમે ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ. મે જે પણ એજન્ટોના નામ જાહેર કર્યા છે તેમાંથી હજી 3 જ પકડાયા છે. બીજા એજન્ટો બેખોફ થઈને ફરી રહ્યા છે. હું બીજીવાર તેમના નામો SIT સુધી પહોચાડીશ. હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. અમારી પાસે માહિતી છે તે પ્રમાણે 2016 થી લઈને પંચાયતની અલગ અલગ ભારતીઓ જેવી કે મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, LI, MPHW, FHWમાં ડમીકાંડથી અઢળક લોકો લાગ્યા છે. ફક્ત ડમી લોકો બેસાડી નહીં અહીંયા સૌથી વધારે ડમી ડિગ્રી વાળા જોવા મળશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.