Jamnagar: ડીડીઓની સામે જ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, યુવક બોલતો રહ્યો અને અધિકારીઓ માત્ર...
- જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા ગયેલ ફિનાઈલ ગટગટાવ્યું
- યુવાન વિપુલ ભાંભીની હરકતથી અધિકારીઓમાં અફરાતફરી
- પોતાના વિસ્તારના વિકાસને લઈને વારંવાર કરી હતી રજૂઆતો
Jamnagar: રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ બધી બાબતોથી કંટાળીને જામનગર જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા ગયેલ યુવાને ડીડીઓ (District Development Officer) સામે જ ફિનાઈલ ગટગટાવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, યુવાન વિપુલ ભાંભીની હરકતના પગલે ડીડીઓ સહિતના અધિકારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: Ahmedabad જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો હાઇવે કરાયો બંધ, જાણો ડાયવર્ઝનનો રૂટ
શું અધિકારીઓ માત્ર ખુરશીમાં બેસવા માટે જ હોય છે?
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ચેલા 2 ગામમાં આવેલ ગોકુલ ધામ, પ્રણામી અને દ્વારકેશ સોસાયટીમાં લોકોને હાલાકી પડી રહીં છે. એટલું જ નહીં પરંતુ ગોકુલ ધામ, પ્રણામી, દ્વારકેશ સોસાયટીમાં લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. યુવકે ફરિયાદ કરતા કહ્યું કે, વરસાદ દરમિયાન આ સોસાયટીમાં સારો પુલ ના હોવાથી લોકો ત્રણથી પાંચ દિવસ ઘરની બહાર નીકળી નથી શકતા! શું અધિકારીઓ માત્ર ખુરશીમાં બેસવા માટે જ હોય છે? અને જો અધિકારીઓ કામ કરે છે તો લોકો ફરિયાદો કેમ કરી રહ્યા છે? એક યુવક આ બધી બાબતોથી કંટાળીને અધિકારી સામે જ ફિનાઈલ પી લીધું છે. જે અધિકારીઓની નાકામી દર્શાવે છે.
આ પણ વાંચો: Godhra: ગુનેગારને સજા આપવાનું કામ કોનું છે? યુવકને કાર સાથે બાંધી મારપીટ કરવા મામલે પોલીસની કાર્યવાહી
વારંવાર રજૂઆત કરતા કરવામાં આવી પરંતુ...
નોંધનીય છે કે, જામનગર (Jamnagar)માં જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત કરતા કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સરપંચ દ્વારા આ સોસાયટીઓનું કામ કરવામાં ન આવતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ચોમાસાને લઈને આ વિસ્તારની પરિસ્થિતિ ખરાબ હોવાથી રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કામગીરી કરવામાં ના આવતા યુવકે ડીડીઓની સામે જ ફિનાઈલ પી લીધું હતું. મહત્વની વાત તો એ છે કે, ફિનાઈલ પી લીધા બાદ યુવકને હોસ્પિટલ પણ જવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Asana Cyclone: કચ્છ પર થી વાવાઝોડાનો ખતરો ટળ્યો! વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું