Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોપીએ છેતરપિંડીની અપનાવી એવી ટ્રિક કે જાણીને તમે પણ ચોંકી જશો...

અહેવાલ : પ્રદિપ કચીયા ઓકે ક્રેડિટ એપ્લિકેશન મારફતે પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી આચરતી ગેંગની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 87 કિલ્લો ભંગાર પણ કબ્જે કર્યો છે. સમયની સાથે છેતરપીંડીની મોડ્સ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે. રખિયાલ...
આરોપીએ છેતરપિંડીની અપનાવી એવી ટ્રિક કે જાણીને તમે પણ ચોંકી જશો

અહેવાલ : પ્રદિપ કચીયા

Advertisement

ઓકે ક્રેડિટ એપ્લિકેશન મારફતે પેટ્રોલ પંપ પર જઈ છેતરપિંડી આચરતી ગેંગની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 87 કિલ્લો ભંગાર પણ કબ્જે કર્યો છે.

સમયની સાથે છેતરપીંડીની મોડ્સ ઓપરેન્ડી પણ બદલાઈ રહી છે. રખિયાલ પોલીસે એક એવી ગેંગ ઝડપી છે જે ગેંગ પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરતી હતી. આ મામલે ફૈઝાન અજમેરવાલા તેમજ અબ્દુલ લતીફ શેખ નામના બે યુવકોની ધરપકડ કરી છે. જે ગેંગ ન માત્ર અમદાવાદ પરંતુ અન્ય જિલ્લામાં પણ છેતરપીંડી આચરવામાં આવી હોવાની હકીકત તપાસમાં ખુલી છે.

Advertisement

અમદાવાદના રખિયાલમાં એક છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ત્રાંબાના ભંગારનો જથ્થો લઈને ફરિયાદીને રૂપિયા ન આપી છેતરપિંડી આચરવામાં આવી છે. જે ગુનાના કામે આરોપીની ધરપકડ કરી પોલીસે તેઓની પાસેથી 86 કિલો ભંગાર કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેઓ દ્વારા રખિયાલ, મહેમદાવાદ, અનુપમ શહેરકોટડા અને સારંગપુર એમ અલગ અલગ છ જગ્યાઓ પર પેટ્રોલ પંપ ઉપર છેતરપિંડી આચર્યા હોવાની હકીકત સામે આવી છે.

રખિયાલ પોલીસ સ્ટેશનના PI જે. એચ. સિંધવે જણાવ્યુ હતું કે, આ આરોપીઓની એક ખાસ મોડસ ઓપરેન્ડી હતી જેમાં આરોપીઓ દ્વારા પેટ્રોલ પંપ પર જઈને પૈસાની જરૂર હોય એવું કહીને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાનું કહીને ઓકે ક્રેડિટ એપ્લિકેશન થકી પેટ્રોલ પંપના વ્યક્તિને પૈસા મોકલ્યા હોવાનો મેસેજ મોકલી તેઓની પાસેથી રોકડ રકમ લઈને ઠગાઈ આચરતા હતા. આરોપીઓ દવાખાના અને અન્ય ઇમરજન્સીના બહાના બતાવી 7 થી 8 હજાર સુધી રોકડ રકમ લઈ લેતા હતા.આરોપીઓએ અમદાવાદ સહિતના અલગ અલગ પેટ્રોલ પંપ ઉપરથી 40 હજારથી વધુ રકમ આ પ્રકારે મેળવીને છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી છે.

Advertisement

વધુ માં PI જે. એચ. સિંધવે જણાવ્યુ હતું કે, ઝડપાયેલા આરોપી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જેમા ફૈઝાન અજમેરવાલા સામે વટવા, દરિયાપુર અને કારંજ તેમજ અબ્દુલ લતીફ શેખ સામે ઈસનપુર, વટવા, નારોલ સહિત 6 ગુના નોંધાયેલા છે. જેથી રખિયાલ પોલીસે આ આરોપીઓ સાથે આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેમજ આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મિત્રએ જ કરી મિત્રની હત્યા, બુલેટ વેચવા બાબતે 19 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દીધો

Tags :
Advertisement

.