Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવાળીમાં વર્ષોની પરંપરા વિસરાઈ, આ વ્યવસાયને તહેવારમાં પડી રહી છે ખૂબ જ અસર, જાણો

અહેવાલ - નામદેવ પાટીલ દિવાળી પર્વમાં ઉજાશ પાથરતા માટીના કોડીયા હવે વિસરાઈ રહ્યા છે અને જેનું સ્થાન ચાઇનીઝ દિવડા લઈ રહ્યા છે. ઘી કે તેલથી પ્રગટાવવામાં આવતાં રૂ એટલે કપાસમાંથી બનતી દીવેટવાળા દિવડાના સ્થાને હવે મીણ કે કેમિકલવાળા દિવડા સસ્તા...
દિવાળીમાં વર્ષોની પરંપરા વિસરાઈ  આ વ્યવસાયને તહેવારમાં પડી રહી છે ખૂબ જ અસર  જાણો

અહેવાલ - નામદેવ પાટીલ

Advertisement

દિવાળી પર્વમાં ઉજાશ પાથરતા માટીના કોડીયા હવે વિસરાઈ રહ્યા છે અને જેનું સ્થાન ચાઇનીઝ દિવડા લઈ રહ્યા છે. ઘી કે તેલથી પ્રગટાવવામાં આવતાં રૂ એટલે કપાસમાંથી બનતી દીવેટવાળા દિવડાના સ્થાને હવે મીણ કે કેમિકલવાળા દિવડા સસ્તા ભાવે મળતા હોવાથી ખરીદકારોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. જેની સાથે વર્ષોની પરંપરા વિસરાઈ રહી છે અને સાથે જ પ્રજાપતિ સમાજના વ્યવસાયને પણ હાલ ખૂબ જ અસર પહોંચી રહી છે અને આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે. જેથી જાગૃત નાગરિકો પણ પરંપરાગત માટીના કોડીયાનો ઉપયોગ કરે એવી અપીલ કરી રહ્યા છે. દિવાળી પર્વના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજી પણ ઘરાકી નહીં જોવા મળતાં વેપારીઓ ચિંતિત બન્યા છે.

સનાતન સંસ્કૃતિમાં દિપાવલી એટલે દિવાળીને ઉજાસનું પર્વ માનવામાં આવે છે. આસો માસની એકાદશીના દિવસથી દિવાળી પર્વની શરૂઆત થતી હોય છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને દિવાળીના દિવસો દરમિયાન આયોધ્યા પરત ફર્યા હતા. ત્યારે સમગ્ર આયોધ્યાવાસીઓ દ્વારા દિવડા પ્રગટાવીને આયોધ્યાનગરીને જગમગતી બનાવી દીધી હતી. જે આદિકાળથી ચાલી આવતી પરંપરા નાના-મોટા ફેરફારો સાથે યથાવત તો રહી છે. પરંતુ નાના-મોટા ફેરફારોએ માટીના દિવડાની જગ્યાએ આધુનિક દિવડાઓએ સ્થાન લીધું છે. હાલમાં માટીના દિવડાની જગ્યાએ મીણ સાથેના દિવડા કે પાવર ધરાવતા સેન્સરવાળા ચાઇનીઝ દિવડાઓએ લીધું છે. લોકો પણ આધુનિકતાની આંધળી દોટ મૂકીને ચાઇનીઝ દિવડાની ખરીદી તરફ વળ્યા છે. જેની સીધી જ અસર માટીના દિવડાના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજ પર થઈ છે.દિવાળી પર્વને આડે હવે માત્ર ગણતરીના દિવસો બચ્યા છે, તેમ છતાં ગોધરા શહેરના બજારોમાં પરંપરાગત માટીના દિવડા ખરીદવા માટે ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યા છે.

Advertisement

સ્થાનિક બજારોમાં દિવડાના વેપારીઓને ત્યાં હાલમાં પરંપરાગત દિવડાનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરના પ્રજાપતિ સમાજ દ્વારા હાલ મોરબીથી લાલ માટીના દિવડાની ખરીદી કરવામાં આવે છે. જે સામાન્ય માટીના દિવડા કરતા મોંઘા અને આકર્ષક હોય છે. ચાઇનીઝ દિવડાઓને કારણે લાલ માટીના દિવડાની ખરીદીમાં પણ લોકો નીરસતા બતાવી રહ્યા છે. જેને કારણે દિવડા પર રંગકામ કરતા વ્યવસાયમાં પણ મંદી જોવા મળી રહી છે. રંગકામ કરતા કારીગરો પણ હાલ બેકારીના ભરડામાં સપડાયા છે. હાલ પરંપરાગત માટીનો વ્યવસાય કરતા સ્થાનિક વેપારીઓને વાર્ષિક અંદાજીત રૂ. 3 થી 4 લાખ જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પ્રજાપતિ સમાજ સહિત જાગૃત નાગરિકો અને ગ્રાહકો દ્વારા ચાઇનીઝ દિવડાઓને સ્થાને લોકો પરંપરાગત દિવડાની ખરીદી કરીને દિવાળીના પર્વને જીવંત રાખે તે માટે અપીલ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Delhi Road Accident : રસ્તામાં 20 મિનિટ સુધી ફિલ્મમેકર તડપતો રહ્યો, કોઇ ન આવ્યું મદદ કરવા, Video

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.