Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે કડી શક્તિપીઠના ઉર્વશીબા દ્વારા વિશ્વનાં સૌથી મોટા શ્રીયંત્રની પૂજા અર્ચના કરાઇ

અહેવાલ - શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિરમાં મા અંબાના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રિતે પૂર્ણ થયો...
01:28 PM Oct 30, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિરમાં મા અંબાના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રિતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિરમાં ખાતે આજે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દર્શન અર્થે પહોંચ્યા હતા અને મા અંબાના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી. માનનીય પ્રધાનમંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ માં અંબાના આ પાવન દર્શન કરવામાં સહભાગી બન્યા હતા. અંબાજી મંદિરના નૃત્ય મંડપમા રાખવામાં આવેલા વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રના દર્શનનો લ્હાવો પ્રધાનમંત્રીએ લીધો હતો.

અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં રાખવામાં આવેલા વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની પૂજા અર્ચના કડી શક્તિપીઠના ઉર્વશીબા દ્વારા કરવામાં આવી હતી અને અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ પણ આ પૂજા વિધિમાં જોડાયા હતા. જય ભોલે ગ્રુપના સભ્યો પણ મોટી સંખ્યામાં વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની પૂજા વિધિમાં જોડાયા હતા. આદિવાસી શાળાની બાળકીઓ પણ વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર આસપાસ ગરબે ઘૂમી હતી. અહી ઉલ્લેખનીય છે કે  અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે.
આજથી અંબાજી મંદિરમાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવશે ત્યારે વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર ના પણ દર્શન કરી શકશે. જય ભોલે ગ્રુપ દ્વારા ચાર મહિનાની અંદર તેને તૈયાર કરાયું છે અને તેની પાછળ એક કરોડ જેટલો ખર્ચ થયો છે.
આ પણ વાંચો -- PM નરેન્દ્ર મોદી મા અંબાના દ્વારે, ગર્ભગૃહમાં પાવડી પૂજા કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AmbajiCM Bhupendra PatelIndiapm narendra modiSHAKTI PEETH
Next Article