ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

“World Tribal Day”-વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ

“World Tribal Day” “વિશ્વ આદિવાસી દિવસ” ૯ ઓગષ્ટ – બાળકો અને માતાઓની આરોગ્ય સુખાકારી  વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્યના ૧૪ આદિજાતી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૪.૩૩ લાખ સગર્ભાઓનું એન્ટીનેટલ કેર(ANC) માટે રજીસ્ટ્રેશન કરાયું : જે પૈકી ૩.૯૪ સગર્ભાઓની સફળ પ્રસુતિ થઇ...
05:25 PM Aug 08, 2024 IST | Kanu Jani

                                                                                                                                             

 World Tribal Day તરીકે 9 ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર   હંમેશા વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે.
આદિજાતિ બાળકો, સગર્ભાઓ અને ધાત્રી માતાઓની હંમેશાથી આરોગ્ય દરકાર કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મૂક્યા છે.

સર્વ જન સુખાય 

ગુજરાત રાજ્યના ૧૪ આદિજાતિ જીલ્લા જેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, વલસાડ, તાપી, જીલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૪,૩૩,૮૨૪ સગર્ભાઓનું ANC (એન્ટીનેટલ કેર- સગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકની વિશેષ સાર-સંભાળ રાખવામાં આવે તે ) માટે રજીટ્રેશન કરવામાં આવ્યું. જે પૈકી ૩,૯૪,૦૧૩ સગર્ભાઓની પ્રસુતિ થઇ ગઇ છે.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જનની સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ૧૪ જિલ્લાના કુલ ૧,૨૩,૭૫૨ લાભાર્થીઓને DBT મારફતે નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

માતૃ વંદના યોજના

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પણ અંદાજીત ૭૩ હજાર જેટલા લાભાર્થીઓને પોષણ સ્તરમાં સુધારો થાય તે હેતુસર DBT મારફતે નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.
૧૪ જિલ્લામાં કુલ ૫,૦૬,૩૬૩ બાળકોનું સફળ રસીકરણ કરીને ઝેરી કમળો, બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરીયા, ધનુર, રોટા વાયરસ, ઓરી અને રૂબેલા જેવા ૧૧ ઘાતક રોગો સામે રક્ષણ આપવામાં આવ્યું છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ૦ થી ૧૮વર્ષના કુલ ૬૨.૫૩ લાખથી વધુ બાળકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાયું છે. અને જરૂરી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઇ છે.

વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૧૩,૮૭,૦૬૧બાળકોનું પોષણના વિવિધ માપદંડો અનુસાર સ્ક્રીનીંગ કરીને ૭૪ હજાર જેટલા બાળકોને અતિગંભીર કુપોષિત બાળકો તરીકે અલગ તારવવામાં આવ્યા.

આ પૈકી શારિરીક તકલીફ અને લક્ષણો ઘરાવતા અંદાજીત ૧૪ હજાર બાળકોને CMTC (ચાઇલન્ડ માલન્યુટ્રીશીયન ટ્રીટમેન્ટ સેન્ટર) ખાતે સારવાર આપવામા આવી.

આ પણ વાંચો- Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે MSMEને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવી

Next Article