ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’, પરિણીતાએ ન્યાયનો દ્વાર ખખડાવ્યો

પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’ સાસરિયા વાળાએ પરિણીતા પાસે દહેજ પેટે 15 લાખ માંગ્યા પ્રેમિકાના કારણે પરિણીતાનું ઘરે હવે તૂટવાના આરે ભરૂચ મહિલા પોલીસ મથકમાં આ મામલે નોંધાઈ ફરિયાદ Bharuch: ભરૂચ જિલ્લામાં...
05:46 PM Sep 01, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch Mahila Police Station
  1. પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’
  2. સાસરિયા વાળાએ પરિણીતા પાસે દહેજ પેટે 15 લાખ માંગ્યા
  3. પ્રેમિકાના કારણે પરિણીતાનું ઘરે હવે તૂટવાના આરે
  4. ભરૂચ મહિલા પોલીસ મથકમાં આ મામલે નોંધાઈ ફરિયાદ

Bharuch: ભરૂચ જિલ્લામાં અનેક કિસ્સાઓ ‘pati patni aur woh’ વચ્ચેના સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિની પ્રેમિકાએ ફરિયાદીને કહ્યું કે, ‘તારો ભાયડો તારો રહ્યો નથી તું ઘર છોડીને જતી રહે’. પરિણીતાને પ્રેમિકા અને તેની દીકરી સહિત સાસરિયાંઓએ પણ ત્રાસ આપતા આખરે ભરૂચ મહિલા પોલીસ મથક (Mahila Police Station ,Bharuch)માં ફરિયાદ નોધાઈ છે. નોંધનીય છે કે, પ્રેમિકા સહિત પતિ, પ્રેમિકાની દિકરી તથા સાસુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : નાગરિકે મદદ માંગતા ભાજપના મહિલા કોર્પોરેટરે કહ્યું, "જાતે કરી લો"

પતિ વારંવાર દારૂના નશામાં પરિણીતાને હેરાન કરતો

ભરૂચ મહિલા પોલીસ મથક (Mahila Police Station, Bharuch)માં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે, ફરિયાદીના લગ્ન 13 માર્ચ 2013ના રોજ સમાજના રેતી રિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવનમાં સંતાનમાં એક દીકરી અને દીકરો છે અને છેલ્લા 4 વર્ષથી ફરિયાદીનો પતિ એક મહિલા સાથે આડા સંબંધમાં હતો. જેથી વારંવાર ફરિયાદીને દારૂના નશામાં આવી માર જુડ કરી ગંદી ગાળો ભાંડી હતો. તેમજ હવે ફરિયાદીને ફોન ઉપર પતિની પ્રેમિકા પણ કહેતી કે, ‘તું તારા ભાયડાને ભૂલી જા અને સીધી ઘરમાંથી નીકળી જા તારું ઘર અમારું જ છે’

આ પણ વાંચો: આ તો માત્ર ટૂંકો વિરામ હતો! આગામી પાંચ દિવસ ફરી Gujarat ને ધમરોળવા તૈયાર છે મેઘરાજા, હવામાન વિભાગની આગાહી

ફરિયાદીના પતિની પ્રેમિકા પણ ફોન કરી ધમકીઓ આપતી

આ સાથે સાથે સાસુએ પણ ફરિયાદીને કહ્યું કે, આમેય તું તારા પિયરમાંથી કશું લાવી નથી ઘરમાં રહેવું હોય તો 15 લાખ લઈને જ આવ. આવી રીતે પરિણીતાને મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા અને પતિની પ્રેમિકાની દીકરી પણ સતત ફરિયાદીને ફોન ઉપર અભદ્ર ગાળો ભાંડી હતી. જેથી ફરિયાદીએ આખરે કંટાળી ગઈ હોય તેમજ ફરિયાદ નોંધાવી છે. તેનો પતિ પણ 7 મહિનાથી તેણીની પ્રેમિકા સાથે રહેવા જતા રહ્યો હતો. ફરિયાદીના બાળકોની પણ કોઈ પણ જાતની દેખરેખ ન કરતા હોવાથી અગાઉ પણ પોલીસ દ્વારા કાઉન્સિલિંગ કરી 2 દિવસમાં તેડી જવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ફરિયાદીને પતિ તેડી ન જતા આખરે ફરિયાદીએ ભરૂચ મહિલા પોલીસ મથકના દ્વાર ખખડાવાની નોબત આવી ગઈ હતી.

આ પણ વાંચો: માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ

પરિણીતાએ આખરે પોલીસના દ્વારા ખખડાવ્યાં

મહિલા પોલીસે ફરિયાદીના પતિ મહેન્દ્ર ભરતભાઈ પરમાર તથા સાસુ નયનાબેન ભરતભાઈ પરમાર બંને રહે પંખાજણ વાગરા જિલ્લો ભરૂચ તથા પતિની પ્રેમિકા, તેમજ પતિની પ્રેમિકાની દીકરી સામે ઘરેલુ હિંસા તથા દહેજ ધારા હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે અત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, રાજ્યમાં ઘરેલું હિંસાના અનેક ફરિયાદો નોંધાઈ રહીં છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Bharuch Mahila policebharuch newsGujarati NewsMahila Police StationMahila Police Station BharuchPati Patni Aur WohVimal Prajapatiwife filed complaint
Next Article