માનસિક દિવ્યાંગ પુત્ર પરત ન ફરતાં પિતા અને બહેને પોસ્ટર લઈ શોધખોળ હાથ ધરી
ભરૂચ જિલ્લાના કોસમડીથી 24 દિવસથી લાપતા થયેલા માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે. 26 મી જાન્યુઆરીના માત્ર 10 રૂપિયા પિતરાઈ ભાઈ પાસેથી.લઈને નીકળ્યા બાદ 29 વર્ષીય યુવાન ઘરે પરત આવ્યો જ ન હતો. બહેન અને...
03:25 PM Feb 21, 2024 IST
|
Harsh Bhatt
ભરૂચ જિલ્લાના કોસમડીથી 24 દિવસથી લાપતા થયેલા માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે. 26 મી જાન્યુઆરીના માત્ર 10 રૂપિયા પિતરાઈ ભાઈ પાસેથી.લઈને નીકળ્યા બાદ 29 વર્ષીય યુવાન ઘરે પરત આવ્યો જ ન હતો. બહેન અને પિતાએ જિલ્લાભરમાં શોધખોળ કરી હતી. અંતે બેનર લઇ હવે પુત્રને શોધવા મજબૂર બન્યા છે.
અંકલેશ્વર તાલુકાના સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોબી એક હાથે દિવ્યાંગ છે. તેમના પરિવારમાં એક પુત્રી મીના કુમારી અને 29 વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ રહે છે. 26 મી જાન્યુઆરીના રોજ સવારે પરિવારના ત્રણ સભ્યોએ ચા નાસ્તો કરી ઘરમાં હતા તે દરમિયાન પુત્રી મીનાકુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા પર બેઠા હતા.
આ સમયે તેમનો પુત્ર વિકેશ પિતરાઈ ભાઈ સંતોષ પાસેથી 10 રુપિયા લઇ ઘરમાંથી નીકળ્યો હતો.અગાઉ જ્યારે પણ બહાર જતો ત્યારે પરત આવી જતો હતો.પરંતુ 26 મી જાન્યુઆરીના રોજ તે બહાર ગયા બાદ ઘરે પરત નહિ ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોએ અંકલેશ્વર સહીત જિલ્લાભરમાં તેમજ સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો. જેથી આખરે તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા 21 દિવસ ઉપરાંતથી ગુમ પુત્રની હજીય કોઈ ભાળ નહિ મળતા દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર અને ફોટો સાથે બેનર તૈયાર કરી પિતા- પુત્રી શોધખોળ શરુ કરી રહ્યા છે. જ્યારે બહેન મીનકુમારીએ ભાઈ અંગે જાણકારી આપવા અપીલ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે ,કોસમડી નજીક તેમજ વાલિયા રોડ પર બે સ્થળે સીસીટીવીમાં વિકેશ ચાલતા જતા નજરે પણ પડ્યો હતો. પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભી હતી.
દિનેશ મકવાણા ભરૂચ
Next Article