Budget Session 2025 : દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના”
Budget Session 2025-વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની 1598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ: રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા
*****
Budget Session 2025માં ચર્ચા દરમ્યાન વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા (Prafulbhai Pansheria)એ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.
Budget Session 2025માં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી પાનશેરિયા (Prafulbhai Pansheria) એ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2024 દરમિયાન 1598 દીકરીઓને કુલ રૂ. 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-1 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 4000, ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે રૂ. 6000 અને દીકરી 18 વર્ષની થાય ત્યારે રૂ. 100000 મળી કુલ રૂ.1,10,000ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.
આ પણ વાંચો- Ahmedabad : પાલડીના ફ્લેટમાંથી ખનાજો મળ્યો અને તપાસનો રેલો મુંબઇ પહોંચ્યો