Gujarat : જળસંપત્તિ વિભાગને નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા
- Gujarat રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગને ૪૫૦થી વધુ નવી યુવાશક્તિનું સામર્થ્ય અને કૌશલ્ય મળ્યા
-------- - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગમાં નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા
:જળસંપત્તિ મંત્રીશ્રી અને રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ:
-------- - સરકારી સેવામાં જોડાઈને જન સેવાની મળેલી તકને પદ-પ્રતિષ્ઠા-હોદ્દો કે આર્થિક આધાર તરીકે મૂલવવાને બદલે સોંપાયેલ કામગીરી પર ફરજ નિષ્ઠાથી ફોકસ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નું આહવાન
-------- - પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે કર્તવ્યરત રહીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનજો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
-------- - મુખ્યમંત્રીશ્રી
* રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ પર સમયબદ્ધ અને ઝડપી ભરતી માટે ભરતી કેલેન્ડર બનાવ્યું છે
* ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કા વાર કરાશે
* વરસાદી પાણીના સદુપયોગ તથા જળસંચય માટે ,કેચ ધ રેઈન’ કેમ્પેઈન – ‘એક પેડ મા કે નામ’ સહિતના જન અભિયાનોમાં નવયુવાશક્તિ સક્રિયતાથી જોડાઈને કાર્ય આનંદ સાથે આત્મસંતોષ મેળવી શકશે
Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં નવી નિમણૂક મેળવનાર નવયુવાઓને કર્તવ્ય પાલન અને ફરજ નિષ્ઠાથી સેવારત રહેવાનું આહવાન કર્યું છે.
Indian Premier League, 2025



Mar 22, 07:30 pm
Eden Gardens, Kolkata



Mar 23, 03:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Mar 23, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Mar 24, 07:30 pm
Dr. Y.S.Rajashekar Reddy Cricket Stadium, Visakhapatnam



Mar 25, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Mar 26, 07:30 pm
Barsapara Cricket Stadium, Guwahati



Mar 27, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Mar 28, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Mar 29, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Mar 30, 03:30 pm
Dr. Y.S.Rajashekar Reddy Cricket Stadium, Visakhapatnam



Mar 30, 07:30 pm
Barsapara Cricket Stadium, Guwahati



Mar 31, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 1, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 2, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 3, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 4, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 5, 03:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 5, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 6, 03:30 pm
Eden Gardens, Kolkata



Apr 6, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 7, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 8, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 9, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Apr 10, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 11, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 12, 03:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 12, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 13, 03:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 13, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 14, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 15, 07:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 16, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 17, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 18, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 19, 03:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



Apr 19, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 20, 03:30 pm
Maharaja Yadavindra Singh Cricket Stadium, Chandigarh



Apr 20, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 21, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 22, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



Apr 23, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



Apr 24, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



Apr 25, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



Apr 26, 07:30 pm
Eden Gardens, Kolkata



Apr 27, 03:30 pm
Wankhede Stadium, Mumbai City



Apr 27, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 28, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



Apr 29, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



Apr 30, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



May 1, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



May 2, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 3, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 4, 03:30 pm
Eden Gardens, Kolkata



May 4, 07:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 5, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 6, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



May 7, 07:30 pm
Eden Gardens, Kolkata



May 8, 07:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 9, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



May 10, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 11, 03:30 pm
Himachal Pradesh Cricket Association Stadium, Dharamshala



May 11, 07:30 pm
Arun Jaitley Stadium, Central Delhi



May 12, 07:30 pm
M. A. Chidambaram Stadium, Chennai



May 13, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 14, 07:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 15, 07:30 pm
Wankhede Stadium, Mumbai City



May 16, 07:30 pm
Sawai Mansingh Stadium, Jaipur



May 17, 07:30 pm
M. Chinnaswamy Stadium, Bengaluru



May 18, 03:30 pm
Narendra Modi Stadium, Ahmedabad



May 18, 07:30 pm
Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow



May 20, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 21, 07:30 pm
Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad



May 23, 07:30 pm
Eden Gardens, Kolkata



May 25, 07:30 pm
Eden Gardens, Kolkata
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાઈને લોક સેવાની જે તક મળી છે તેને પદ, પ્રતિષ્ઠા, હોદ્દો કે આર્થિક આધાર તરીકે મુલવવાને બદલે પોતાને સોંપાયેલી કામગીરી પર ફોકસ કરીને ઉજાળીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-૩ની પરીક્ષાઓમાં પસંદ થઈ સીધી ભરતીથી નિમણૂક પામેલા યુવાઓને નિમણૂક પત્રો વિતરણના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. આ અવસરે ૪૫૦થી વધુ નવયુવાઓને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા
Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)ટીમ ગુજરાતમાં જોડાઈ રહેલા નવયુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પોઝિટિવ એપ્રોચ અને સકારાત્મક ઉર્જા સાથે ફરજો અદા કરીને તેમણે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ સંકલ્પ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંવાહક બનવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત યુવાઓને ઇન્ટરનેશનલ હેપીનેસ ડેની શુભેચ્છાઓ પાઠવતા આ દિવસ તેમના જીવનમાં બેવડી ખુશી લાવનારો બન્યો છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે Gujarat રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં રહેલી ખાલી જગ્યાઓ સમયબદ્ધ અને ઝડપી રીતે ભરવાનું આયોજન કરી લીધુ છે. આ હેતુસર દસ વર્ષીય ભરતી કેલેન્ડર સરકારે બનાવ્યું છે અને ૨૦૨૫ના વર્ષમાં જ વધુ ૬૦૦ વર્ક આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટેની જાહેરાત સહિતની પ્રક્રિયા તબક્કાવાર કરવામાં આવશે.
પ્રો-એક્ટીવ એપ્રોચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક પામી રહેલા વર્ક આસિસ્ટન્ટ યુવાઓને શીખ આપતા જણાવ્યું કે, તેમની પાસે આવનારી વ્યક્તિ કે અરજદારને સાંભળીને તેની સમસ્યા-પ્રશ્નનું નિવારણ ઝડપથી થાય તેવો પ્રો-એક્ટીવ એપ્રોચ રાખવો જરૂરી છે. એટલું જ નહીં, સૌ એકબીજાના પૂરક બનીને કાર્ય કરીશું તો કાર્ય આનંદ સાથે આત્મસંતોષ પણ મળશે જ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ(PM Narendra Modi)મોદીએ સુદ્રઢ જળ વ્યવસ્થાપનથી ખેતરે ખેતરે પાણી પહોંચાડીને કૃષિ સમૃદ્ધિનો અભિગમ સાકાર કર્યો છે તેની વિશેષ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે આ અંગે જણાવ્યું કે, પાણીનો સદુપયોગ, વરસાદી પાણીના સંચય માટે ‘કેચ ધ રેઈન’ અભિયાન, વાતાવરણ શુદ્ધી અને પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’, સ્વચ્છતા સહિતના જન અભિયાનોમાં નવયુવાશક્તિ તેના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન જોડાઈને સૌના સાથ સૌના વિકાસના સંકલ્પને અવશ્ય પાર પાડી શકશે જ.
જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા(Kunvarji Bavaliya) એ નવનિમણૂંક પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી પ્રેરણાથી આજે સુજલામ સુફલામ અને સૌની યોજના સહિત વિવિધ ઉદવહન પાઈપલાઈનોના માધ્યમથી કચ્છ સહિત રાજ્યના દરેક ખૂણે નર્મદાના નીર પહોંચ્યા છે. જળસંપત્તિ વિભાગની ટીમમાં વધારો થતા રાજ્યનું સિંચાઈ માળખું પણ વધુ સક્ષમ બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની મહત્વપૂર્ણ જવાબદારી
નવનિયુક્ત વર્ક આસિસ્ટન્ટ્સને સંબોધન કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, તમારે સૌએ રાજ્યના ખેડૂતો સાથે સીધા સંપર્કમાં કામ કરવાનું છે. ત્યારે ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવવો અને તેમના નાના મોટા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઉપરાંત રાજ્યના બંધોની જાળવણી કરીને છેવાડાના ખેડૂતને પણ સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવાની મહત્વપૂર્ણ જવાબદારી તમારે સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવાની છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સમારોહમાં સૌનું શાબ્દિક સ્વાગત કરતા જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે(Mukeshbhai Patel) જણાવ્યું હતું કે, અમૃત સમાન જળ એ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે. ભગવાનના પ્રસાદ સમાન જળના એક એક ટીપાંનું સંરક્ષણ કરીને વિવિધ જળ સ્ત્રોતોના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિક સુધી પીવાલાયક અને સિંચાઈ માટે પાણી પહોંચાડવાની ગુજરાત સરકારની નેમ છે. આજે નિમણૂંક પામેલા નવયુવાનો ટેક્નોલોજીના માધ્યમથી જળ સંચયની કામગીરીને વધુ વેગવાન બનાવશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી તુષાર ધોળકિયા, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ, મુખ્ય ઈજનેર શ્રી એમ. ડી. પટેલ સહિત જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને નવનિમણૂંક પામેલા ઉમેદવારો તેમજ તેમના પરિવારજનો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો-Gujarat :રાજ્યનો ખેડૂત હિતલક્ષી નિર્ણય