કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીનદીના જળસ્તરમાં વધારો, વડોદરા જિલ્લાના 45 ગામોને એલર્ટ
અહેવાલ - વિજય માલી
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીના જળસ્તરમાં વધારો થતા નદી બે કાંઠે વહેતી થતા પાદરા તાલુકાના તિથોર, પાવડા, મુંજપુર, સુલતાનપુરા, મહંમદપુરા, ડબકા, ચોકારી, જાસપુર, ઉમરાયા, અને એકલબારા 10 ગામોને તંત્ર દ્ધારા અલર્ટ કરી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી છે. જયારે ડબકા મહીં નદીના તળિયાના ભઠ્ઠા માં 10 પરિવાર ના 30 વ્યકિતઓ ને સલામત સ્થળે ખસેડવા માટે પોલીસ તંત્ર સાથે મામલતદાર, વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય ડબકા ખાતે પહોંચ્યા હતા.
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાણી છોડાતા મહી નદીના જળસ્તર માં વધારો થતા વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્યના સિંધરોટ, ફતેપુરા, દોડકા, રાયકા, અનગઢ, શેરખી , નંદેસરી, આકલીયાર, અલ્હાદપુરા ગામ જયારે સાવલીના ગુલાબપુરા, જાલમપુર, ખાંડી, ભાદરવા, ગોકળપુરા, કાલુપુરા, રાણીયા, મહાપુરા, કનોડા, પોઈચા, પરથમપુરા, મુવાલ, પોઈચા(રાણીયા), અમરાપુરા, સાથે ડેસરના જાંબુગોરલ, વાઘપુરા, વરસડા, ત્રાસિયા, ઈટવાડ, કડાછલા, માણેકલા, નાનીવરનોલી, છાલીયેર, લીમડીનું મુવાડુ, શિહોરા, સાંઢાસાલ સહીત ના ગામોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર થવા અને નદી કિનારે ના જવા કલેકટર અતુલ ગોરે વિનંતી કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે