ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch: દેશી દારૂની ભઠ્ઠીઓથી ગ્રામજનો પરેશાન; આક્ષેપો કરતી અરજી પહોંચી પોલીસ મથકે, ફોટો થયો વાયરલ

દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના ફોટા સાથે અરજી પહોંચી પોલીસ મથકે અંકલેશ્વરના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો આક્ષેપો આગેવાનોએ લેખિતમાં અરજી પોલીસને આપી હોવાની નકલ વાયરલ Bharuch: ભરૂચ શહેર જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલતું હોવાના અનેકવાર...
10:14 PM Oct 01, 2024 IST | VIMAL PRAJAPATI
Bharuch
  1. દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાના ફોટા સાથે અરજી પહોંચી પોલીસ મથકે
  2. અંકલેશ્વરના અનેક ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો આક્ષેપો
  3. આગેવાનોએ લેખિતમાં અરજી પોલીસને આપી હોવાની નકલ વાયરલ

Bharuch: ભરૂચ શહેર જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલતું હોવાના અનેકવાર વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. દેશી દારૂના મોટા બંપરો પણ પોલીસે દબોચી લીધા છે. હાલમાં તાજેતરમાં અમરતપુરા ગામે દેશી દારૂની મોટી ભઠ્ઠી ચાલતી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી પહોંચી હોય છે. એટલું જ નહીં પરંતુ તેના ફોટા અને વીડિયો પણ વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ ગયા છે.

આ પણ વાંચો: જમવામાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, ચીઝ મસાલા ઢોસામાં નીકળ્યું મોટું જીવડું

અમરતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી

ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તેવું સામે આવ્યું છે. દેશી દારૂ મોટા પ્રમાણમાં મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં વિવિધ વાહનોમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ પણ પોલીસે ખુલ્લા પાડ્યા છે. હાલમાં આજ રોજ અંકલેશ્વરના અમરતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, અમરતપુરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ધૂમ ચાલે છે અને મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ આખી રાત ધમધમી રહી છે. અરજીમાં અરવિંદ નામના બુટલેગર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વર પંથકમાં જો દેશી દારૂની મોટી ભઠ્ઠીઓ ચાલુ હોય અને છૂટક બુટલેગરોને દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય છે.

આ પણ વાંચો: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું

દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી થાય તેવી લોકોની માંગ

Bharuch જિલ્લા પોલીસવડાએ પણ તેમની સ્પેશિયલ ટીમ તૈયાર કરી અંકલેશ્વરના અમરતપુરા સહિતના આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂની ભઠ્ઠઓ ચાલતી હોય તો જનતા રેડ થાય તે પહેલા પોલીસ રેડ થાય તેવી માંગ ઉઠી ગઈ છે. બે મહિના અગાઉ પણ ભરૂચ શહેર એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન પોલીસની કામગીરી આવકારદાયક રહી હતી. જેમાં અંકલેશ્વર તરફથી આવતો દેશી દારૂનો મોટો જથ્થો ગાડીઓમાં ઝડપી પાડ્યો હતો. બુટલેગરોને પણ દબોચી લીધા હતા અને હજારો લિટર દેશી દારૂ ન જથ્થાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. આ દારૂના જથ્થાઓ અંકલેશ્વરની ભઠ્ઠીઓમાંથી તૈયાર થઈ બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતા હોય તેવા અહેવાલો સામે આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં લઠ્ઠાકાંડ માથું ઊંચકે તે પહેલા ભરૂચ જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવે તે જરૂરી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, કોમર્શિયલ ગરબાના આયોજનને લઇને DCPનું નિવેદન

Next Article