Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આકાશમાં ઉડશે વાઇબ્રન્ટ પતંગો, સાથે વિવિધ સંદેશાઓ પણ લાવશે 

વાઇબ્રન્ટ પતંગો - વાઇબ્રન્ટ સંદેશાઓ :  એક પતંગ કપાય અને 10 ના હાથમાં જાય અને મારા લોકજાગૃતિના તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવો અનોખો પ્રયાસ  અમદાવાદના પતંગના હોલસેલ વેપારી ઈકબાલભાઈ બેલીમે કર્યો છે. પતંગો પર વિવિધ સામાજિક જાગૃતિના સ્લોગન લખ્યા છે...
આકાશમાં ઉડશે વાઇબ્રન્ટ પતંગો  સાથે વિવિધ સંદેશાઓ પણ લાવશે 
વાઇબ્રન્ટ પતંગો - વાઇબ્રન્ટ સંદેશાઓ :  એક પતંગ કપાય અને 10 ના હાથમાં જાય અને મારા લોકજાગૃતિના તમામ મેસેજ લોકો સુધી પહોંચે તેવો અનોખો પ્રયાસ  અમદાવાદના પતંગના હોલસેલ વેપારી ઈકબાલભાઈ બેલીમે કર્યો છે. પતંગો પર વિવિધ સામાજિક જાગૃતિના સ્લોગન લખ્યા છે અને તે પતંગ આ વખતે આકાશમાં ઉડવાના છે.

આ વખતે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર - વાઇબ્રન્ટ પતંગો

વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ પતંગ

વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ પતંગ

Advertisement

વિવિધ સ્લોગન વાળી પતંગો તો આકાશમાં ઉડવાની જ છે. પરંતુ આ વખતે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વાઇબ્રન્ટ પતંગો રહેશે.. જી હા વાઇબ્રન્ટ સમિટ 2024 યોજાઇ રહી છે. જેમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. સાથે સાથે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ પણ યોજાઇ રહ્યો છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ અને ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલના સ્લોગન વાળી હજારો પતંગો અમદાવાદની આકાશમાં ઉડશે અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાતના પતંગ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ સેલિબ્રેશન વાળા પતંગની સાથે સાથે વૈશ્વિક નેતા મોદી અમિત શાહ વાળા પતંગ, આઝાદીના અમૃત મહોત્સવ ના 75 વર્ષ, કાશ્મીર ક્રાંતિ, કોરોના રસીકરણ અભિયાન, ચંદ્રયાનની સફળતા, શિક્ષણને મહત્વ આપતા પતંગો, કેન્સરથી બચો, તમાકુ છોડો કિડની બચાવો જીવન બચાવો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બેટી બચાવો બેટી પઢાવો અને મોદી હે તો મુમકિન હૈ જેવા વિવિધ સ્લોગન આ વખતે પતંગ પર જોવા મળશે ઈકબાલભાઈએ આ તમામ શ્લોગનો થકી લોકો સુધી વિવિધ મેસેજ પહોંચાડવાનો આ અનોખો ઉપાય અપનાવ્યો છે.

આ વખતની ઉત્તરાયણ મોંઘી બનશે, પતંગ દોરીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો ભાવ વધારો

આ વખતની ઉત્તરાયણમાં પતંગ દોરી લોકોને મોંઘા પડવાના છે. પતંગ અને દોરીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો ભાવ વધારો સામે આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, રો- મટીરીયલ ના ભાવમાં વધારો થયો છે પરિણામે ભાવ વધારવાની નોબત આવી છે. જો કે એકંદરે ગુજ્જુઓ ઉતરાયણના શોખીન છે પરિણામે તેઓ ભાવ વધ્યા છતાં દોરી પતંગની ખરીદી કરશે અને અમારો વેપાર સારો થશે તેવી આશા તેઓ સેવી રહ્યા છે.
હોલસેલ પતંગના વેપારી બાબુભાઈ પતંગ વાળા જણાવે છે કે, દોરી અને પતંગના કાચા જેટલો વધારો આ વર્ષે છે. એટલે પતંગ અને દોરી મોંઘા છે. તો રિટેલ વેપારી ગૌતમભાઈ જણાવે છે કે - અમારે ત્યાં લોકો પતંગ દોરી માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે 120 રૂપિયાની કોળી 150 રૂપિયા ભાવ છે તો ફીરકીના ભાવમાં પણ 100 થી 150 રૂપિયા વધારો છે તેથી ખરીદી ઓછી થાય તેવું લાગે છે. પરંતુ ગુજ્જુ પતંગના શોખીન હોય છે પરિણામે છેલ્લા દિવસોમાં ધંધો મળી રહેશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
અહેવાલ - સંજય જોશી  
Tags :
Advertisement

.