Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vapi Railway Station: ગુજરાત પોલીસની સતર્કતા! કૉન્સ્ટેબલે બચાવ્યો મુસાફરનો જીવ

પોલીસ જવાનની સમય સૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ બચાવી લેવાયો રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા Vapi Railway Station: ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે આજે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર...
vapi railway station  ગુજરાત પોલીસની સતર્કતા  કૉન્સ્ટેબલે બચાવ્યો મુસાફરનો જીવ
  1. પોલીસ જવાનની સમય સૂચકતાથી મુસાફરનો જીવ બચ્યો
  2. ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ બચાવી લેવાયો
  3. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા

Vapi Railway Station: ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે આજે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કૉન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે તારીખ 3 જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Bharuch: અજાણ્યા લોકોએ યુવકને ચોર સમજીને માર માર્યો, જાણો સમગ્ર ઘટના

પોલીસ કૉન્સ્ટેબલની સમયસૂચકતાના કારણે મુસાફરનો જીવ બચી ગયો

વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station)ના પ્લેટફોર્મ નંબર 01 ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા. તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા. ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો.

Advertisement

આ પણ વાંચો: સ્ટાફ નર્સની ભરતીને લઈ મોટી જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે અરજી પ્રક્રિયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા

નોંધનીય છે કે, આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે. આવી રીતે કામ કરતા પોલીસ જવાનોના કારણે જ ગુજરાત પોલીસ માટે લોકોને ખાસ માન સંન્માન છે. ગુજરાત પોલીસ (Gujarat Police)એ આમેય સેવા, સુરક્ષા અને શાંતિ માટે જાણીતી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પોલીસ જવાને ગુજરાત પોલીસની ગરીમા વધારી છે.

Advertisement

આ પણ વાંચો: જાહેર રસ્તા પર ભાન ભૂલ્યા ABVP નેતાઓ, જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી

Tags :
Advertisement

.