ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vanch village: અમદાવાદનું વાંચ ગામ એટલે ગુજરાતનું શિવકાશી, અહીંના ફટાકડાની ભારતભરમાં થાય છે નિકાસ

વાંચ ગામમાં અંદાજિત 25 થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ છે અહીંના ફટાકડા અન્ય રાજ્યમાં પણ કરવામાં આવે છે નિકાસ આ વર્ષે ફટાકડાના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો આવ્યો Vanch, Shivkashi of Gujarat: અમદાવાદમાં આવેલ વાંચ (Vanch) ગામ...
10:41 PM Oct 15, 2024 IST | VIMAL PRAJAPATI
Vanch Village
  1. વાંચ ગામમાં અંદાજિત 25 થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ છે
  2. અહીંના ફટાકડા અન્ય રાજ્યમાં પણ કરવામાં આવે છે નિકાસ
  3. આ વર્ષે ફટાકડાના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો આવ્યો

Vanch, Shivkashi of Gujarat: અમદાવાદમાં આવેલ વાંચ (Vanch) ગામ જે શિવાકાશી તરીકે પ્રખ્યાત છે. અહીં વર્ષોથી વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવે છે વાંચ ગામની અંદર અંદાજિત 25 થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. ગામના મોટાભાગના લોકો ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વાંચ (Vanch) ગામમાં બનતા ફટાકડા માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવે છે. જેના કારણે ગામના સરપંચ દ્વારા પણ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે.

આ ગામમાં 25 થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે

વર્ષ 2005 માં વાંચ (Vanch Village) ગામમાં પહેલી ફટાકડાની ફેકટરી નાખવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે બીજી અન્ય ફેક્ટરીઓ પણ નાખવામાં આવી હાલ આજના સમયમાં 25 થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. આ ફટાકડાની ફેક્ટરીમાંથી અન્ય શહેરમાંથી આવતા 200થી પણ વધુ પરિવારને રોજગારી મેળવી રહ્યા છે. વાંચ ગામની અંદર દિવાળીના સમયે જ અંદાજિત પાંચ કરોડથી પણ વધારેનું ટર્ન ઓવર થતું હોય છે.

અનેક રાજ્યોમાં કરવામાં આવે છે ફટાકડાની નિકાસ

વાંચ ગામની અંદર 555 બોમ્બ, મીરચી બોમ્બ, કોઠી પતંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાતના મોટાભાગના શહેરોની સાથે સાથે ગુજરાતની બહાર આવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. વાંચ ગામની અંદર લગ્નની સિઝન ની અંદર પણ ફટાકડા ઉપલબ્ધ હોય છે. ગામમાં આવેલા ફટાકડાની ફેક્ટરીઓ દ્વારા વ્યવસાય વેરો ભરતા હોવાને કારણે ગામના સરપંચ દ્વારા પણ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઇના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો

ફટાકડાના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો આવ્યો

ફેક્ટરી માલિકોનું માનવું છે કે, આ વર્ષે વરસાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ફટાકડા બનાવવા માટે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય મળ્યો છે. જ્યારે તેની સામે ફરિયાદનું ઉત્પાદન ઓછું થતાં અંતિમ ઘડીએ ફટાકડાની ખૂબ માંગ વધી છે. આ વર્ષે પણ અંદાજિત 20 થી 25 ટકા જેટલો ફટાકડાઓમાં ભાવ વધારો થયો છે. પરંતુ ભાવ વધારો હોવા છતાં વેપારી વર્ગમાં ફટાકડાની માંગ ખૂબ મોટી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: IPS અધિકારીએ જિજ્ઞેશ મેવાણીને અપમાનીત કરીને ચેમ્બરમાંથી કાઢી મૂક્યાં! જુઓ Video

ફાયર સેફટી બાબતે પણ ધ્યાન રાખવામાં આવે છેઃ ફેક્ટરી માલિકો

ફટાકડા બનાવતી ફેક્ટરીના માલિકો દ્વારા કારીગરોની ફાયર સેફટી બાબતે પણ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં ખાસ કરીને ફાયર વિભાગમાંથી NOC મેળવવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં પણ ફટાકડા બનાવવામાં આવતા હોય તેની આસપાસ પાણીના હોવો જ તેમ જ અલગથી પાણીના બોર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સેફટી ફાયરની બોટલ તેમજ કારીગરો પણ સૂચના આપવામાં આવી છે કે, જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણી ડોલ કે માટીની ડોલ જોડે રાખવી જ્યારે પણ કામ પૂર્ણ થઈ જાય તરત ચોખા પાણીથી પોતાના શરીરને સ્વચ્છ કરી દેવું.

અહેવાલઃ રાહુલ ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો: Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’

Tags :
Firecracker FactoryFirecracker factory in VanchFirecracker factory in Vanch VillageShivkashi of GujaratVanch gamVanch VillageVanch Village in AhmedabadVanch Village NewsVimal Prajapati
Next Article