Valsad : સિવિલમાં દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક મોત, જુઓ હચમચાવે એવો Video!
- Valsad ની સિવિલ હોસ્પિટલમાં બની ચોંકાવનારી ઘટના
- દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક અચાનક મોત
- દવા લેવા આવેલી બે બહેનો અચાનક ઢળી પડી
- ફરજ પરના તબીબે તપાસ કરી બન્નેને મૃત જાહેર કર્યા
વલસાડની (Valsad) સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દવા લેવા આવેલી બહેનો અચાનક ઢળી પડતા એક બાદ એક બંનેનું મોત નીપજ્યું છે. ડોક્ટરે તપાસ કરતા બંનેને મૃત જાહેર કરી હતી. એક સાથે બે બહેનોનાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જો કે, આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બન્ને મૃતક બહેનો પારડીનાં બરૂડિયા વાડની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Panchmahal : ગોધરા-વડોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, પિતા અને 3 માસૂમ દીકરીનાં મોત
સ્વાસ્થ્યને લગતી દવાઓ લેવા સિવિલ હોસ્પિટલ આવી હતી
પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડ જિલ્લાનાં (Valsad) પારડી તાલુકાનાં બરૂડિયા ગામની બે બહેન રામીબેન ઉક્કડભાઈ માગ અને ગજરીબેન ઉક્કડભાઈ માગ અસ્વસ્થ અનુભવતી હોવાથી સિવિલ હોસ્પિટલ (Valsad Civil Hospital) ખાતે દવા લેવા માટે આવી હતી. દરમિયાન, રામીબેનને ચક્કર આવતા તેઓ સિવિલ હોસ્પિટલની લોબીમાં જ ઢળી પડ્યા હતા. જે બાદ હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા વ્હીલચેરમાં બેસાડી રામીબેનની તપાસ કરાઈ હતી, જ્યાં ફરજ પરનાં ડોક્ટરે રામીબેનને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો - Kadi અને Visavadarની પેટા ચૂંટણીમાં Congress-AAP ગઠબંધન નહીં કરે- Shakti Sinh
બંને બહેનોનાં અચાનક મોત પાછળ અનેક સવાલ!
રમીબેનનું અચાનક મોત નીપજતાં તે બાબતનો આઘાત તેમની બહેન ગજરીબેનને લાગી આવતા તેઓ પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. આથી, તેમને પણ ચેક કરતા ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ આવેલ બંને બહેનોનું આશ્ચર્યજનક રીતે મોત થતા પરિવારજનોમાં ભારે શોક જોવા મળ્યો છે. જો કે, આ બાબતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, બંને બહેનોનું અચાનક મોત થતા અનેક સવાલ ઊભા થયા છે. જો, આ અંગે તપાસ થાય તો ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Surat થી Rajkot જતી બસમાં તરૂણીની સાથે થયું દુષ્કર્મ