VALSAD : ખેડૂતોનો નવીનતમ પ્રયાસ, બનાવી દિલ આકારની ડિઝાઇનર કેરી
VALSAD : કેરી એટલે ફળોનો રાજા અને અત્યારે ફળોના રાજા કેરીની સીઝન ચાલી રહી છે. અત્યાર સુધી આપે જે કેરીઓ વાડીઓમાં કે પછી બજારમાં જોઈ હશે કે સ્વાદ માણ્યો હસે તે કેરીઓ મોટે ભાગે સામાન્ય આકારની જ હશે, પરંતુ વાડીયોના પ્રદેશ વલસાડ ( VALSAD ) જિલ્લામાં હવે ખેડૂતો એક ડગલું આગળ વધી ડિઝાઇનર મેંગો તરફ આગળ વધી રહ્યા છે. આમ તો સામાન્ય રીતે વિદેશમાં જુદા જુદા આકારમાં ફળો જોવા મળતા હોય છે જોકે હવે વલસાડના ઉમરગામના એક પ્રગતિશીલ ખેડૂતે સામાન્ય આકાર નહીં પરંતુ દિલ સહિતના વિવિધ આકારનાની કેરીઓ પકવવાનો નવકાર પ્રયોગ કર્યો છે. શું છે આ પ્રગતિશીલ ખેડૂતનો ડિઝાઇનર મેંગો પ્રયાસ ચાલો જાણીએ..
આ દિલના આકારની કેરી તમે ક્યારેય નહીં જોઈ હોય
વલસાડ ( VALSAD ) જીલ્લો વાડિયાનો પ્રદેશ માનવામાં આવે છે. જ્યાં 37,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં વાડીઓ આવેલી છે .વલસાડની ( VALSAD ) આફૂસ કેરીએ જગવિખ્યાત છે. સ્વાદ રસિકોમાં વલસાડની કેરી વખણાય છે. જોકે મોટેભાગે કેરીનો આકાર એક જ જેવો હોય છે. પરંતુ હવે કેરીઓના પ્રદેશમાં કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ નવીન પ્રયોગ હાથ ધર્યો છે. અને હવે કેરીની સામાન્ય આકારની જગ્યાએ ડિઝાઇનર કેરીઓનો એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો વિદેશમાંથી સ્પેશિયલ મોલ્ડ મંગાવી અને દિલના આકારની દિલના આકારમાં કેરીઓ પકાવી રહ્યા છે. કેરી નાની હોય છે એ વખતથી જ આ વિશેષ મોલ્ડ કેરીના ફળ પર લગાવવામાં આવે છે. અને ત્યારબાદ ફળ પરિપક્વ થાય છે ત્યારે કેરીના સામાન્ય આકાર નહીં પરંતુ દિલ કે મોલ્ડના આકારની કેરી બને છે.
ડિઝાઇનર મેંગો - ખેડૂતોનો નવીન પ્રયાસ
ઉમરગામના આ પ્રગતિશીલ ખેડૂતએ આ વખતે મોલ્ડમાં ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેને જોવા આજુબાજુના વિસ્તારના ખેડૂતો વાડીની મુલાકાત લઈ પ્રેરણા લઈ રહ્યા છે અને જો સફળ થાય તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં ડિઝાઇનર મેંગો કરવામાં આવશે. આ ડિઝાઇનર મેંગો અને બજારમાં અન્ય કેરીઓની બાજુમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે આ ડિઝાઇનર મેંગોનો આકાર જોઈને લોકો આ કેરી તરફ જ આકર્ષતા છે. અને બજારમાં અન્ય કેરીઓની સરખામણીમાં આનો ભાવ પણ વધુ મળશે. આથી અન્ય ખેડૂતો પણ આ ડિઝાઇનર મેંગોના કોન્સેપ્ટ વિશે વિચારી રહ્યા છે.
ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ અન્ય ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે
ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રયાસ બાદ હવે આ ડિઝાઇનર મેંગોનો કોન્સેપ્ટ અન્ય ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે. આથી જો આ પ્રયોગને સફળતા મળે તો હવે આગામી સમયમાં સામાન્ય આકારની જ કેરીઓ નહીં પરંતુ દિલ સહિત વિવિધ આકારની અને આપને પસંદ હોય તેવા શેપમાં ખેડૂતો કેરીઓનો આકાર ડિઝાઇન કરીને આપના સુધી પહોંચાડશે તે દિવસો હવે દૂર નથી..
આ પણ વાંચો : VADODARA : વિજ કંપનીએ સેંકડો લોકોની નિંદર બગાડી