Valsad : વલસાડમાં રાષ્ટ્રગીતનાં અપમાન મુદ્દે BJP નેતાનાં કોંગ્રેસ પર આકરા પ્રહાર
- Valsad માં રાષ્ટ્રગીતનાં અપમાન મામલે રાજકારણ ગરમાયું
- નપાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનાં અપમાનનો મુદ્દો બન્યો
- ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષનાં નેતાઓએ કર્યો હતો વિરોધ
- વલસાડ ડાંગનાં સાંસદ ધવલ પટેલે ઘટનાને લઈને કર્યા પ્રહાર
- "રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે"
વલસાડમાં (Valsad) રાષ્ટ્રગીતનાં અપમાન મામલે રાજકારણ ગરમાયું છે. નપાની સામાન્ય સબામાં રાષ્ટ્રગીતનાં (India National Anthem) અપમાનની ઘટના બની હતી. રાષ્ટ્રગીત જ્યારે ચાલુ હતું ત્યારે વિરોધ પક્ષના નેતાએ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હવે જિલ્લામાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે (Dhang MP Dhaval Patel) ઘટનાને લઈને પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો - Padminiba Honeytrap Case : પોલીસની મોટી કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત 4 ની ધરપકડ
રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે : ધવલ પટેલ
વલસાડમાં (Valsad) ગઈકાલે પારડી નપાની (Pardi Napa) સામાન્ય સભા તોફાની બની હતી. સભામાં ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતા બીપીન પટેલ (Bipin Patel) ખૂબ જ રોષે ભરાયા હતા અને રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચઢી તોફાન કર્યું હતું. વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીતનું પણ માન જાળવ્યું ન હતું. પોતાના સવાલોનો જવાબ નહીં મળતા વિરોધ પક્ષના નેતા બીપીન પટેલે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હંગામો વધતા સત્તાધીશોએ સામાન્ય સભા પૂર્ણ કરી હતી. જો કે, હવે આ ઘટના બાદ જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. વલસાડ જિલ્લાનાં ડાંગનાં સાંસદ ધવલ પટેલે (Dhang MP Dhaval Patel) આ ઘટનાને લઈને આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતાને દર્શાવે છે. કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત છે.
આ પણ વાંચો - Jamnagar : કોર્પોરેટર કપડાં પર ચલણી નોટ, કાદવ લગાવી નોંધાવ્યો વિરોધ, જાણો કેમ ?
BJP હવે કોંગ્રેસનાં સભ્ય, શહેર પ્રમુખ વિરૂધ રાષ્ટ્રગૃહનો ગુનો નોંધાવશે
પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રગીતનાં અપમાન બદલ જિલ્લા BJP હવે કોંગ્રેસનાં (Congress) સભ્ય અને શહેર પ્રમુખ વિરૂધ રાષ્ટ્રગૃહનો ગુનો નોંધાવશે. બીજી તરફ આ મામલે વિરોધ પક્ષના નેતા બીપીન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, સવાલનો જવાબ નહીં મળતા રોષ વ્યક્ત કર્યો હતો. મારા સવાલોનો જવાબ ન આપવો પડે એટલે સત્તાધીશોએ સભા પૂર્ણ કરી રાષ્ટ્રગીત શરૂ કરી દીધું હતું. આ સાથે બીપીન પટેલે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
આ પણ વાંચો - Surat: પોલીસ કમિશ્રનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, વાહન ચાલકોને મળશે રાહત