Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હાઇકોર્ટની ખાંડપીઠે ક્રાઇમ બ્રાન્ચના PSI વિરૂધ્ધ નોટિસ ઇશ્યુ કરી

VADODARA : વડોદરા (VADODARA) ભાજપમાં અગાઉ સર્જાયેલા પત્રિકા કાંડમાં પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડને બદનામ કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. જે બાદ તેની તપાસ કરતા તે સમયના શાસકપક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયાનું નામ ખુલ્યું હતું. જેમાં હાલ મળતી માહિતી...
vadodara   હાઇકોર્ટની ખાંડપીઠે ક્રાઇમ બ્રાન્ચના psi વિરૂધ્ધ નોટિસ ઇશ્યુ કરી

VADODARA : વડોદરા (VADODARA) ભાજપમાં અગાઉ સર્જાયેલા પત્રિકા કાંડમાં પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડને બદનામ કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. જે બાદ તેની તપાસ કરતા તે સમયના શાસકપક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયાનું નામ ખુલ્યું હતું. જેમાં હાલ મળતી માહિતી પ્રમાણે કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયા વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ સંદર્ભે, સુપ્રીમ કોર્ટની આદેશની અવગણના કરી ખોટી રીતે ધરપકડ કરવા સામે કોર્પોરેટર અલ્પેશ લિમ્બચિયાએ નામદાર ગુજરાત હાઇકોર્ટમા કોન્ટેમ્પ્ટ અરજી ગુજારવામાં આવી હતી. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમા નોંધાયેલ ફરિયાદ સંદર્ભે સરકારને, પો.સ.ઈ. કલ્પેશ જે. વસાવા તથા ધવલસિંહ રણજીતસિંહ રાઠોડ વિરુદ્ધ નોટિસ ઈશ્યુ કરી છે.

Advertisement

હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી ધરપકડની કાર્યવાહીને પડકાર્યો

સમગ્ર મામલે બદનક્ષી તથા ધમકીની ફરિયાદ બાબતે ક્રાઇમ બ્રાંચે ગત તા.22.07.2023 ના રોજ ગુનો નોંધ્યો હતો. ગુનામાં કરેલ આક્ષેપોમાં કોઇ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની કલમ ના હોવાથી નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ આરોપીને નોટિસ આપવી જરૂરી હતી. પરંતુ પોલીસે તેવી કોઇ નોટિસ આપ્યા વગર રાત્રીના ૧૨:૩૦ વાગે અલ્પેશ લિમ્બચિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોતાની ગેરકાયદેસર અટકાયત સંદર્ભે અલ્પેશ લીમ્બચિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી ધરપકડની કાર્યવાહીને પડકાર્યો હતો. જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના ખંડપીઠ સમક્ષ થતાં મામલાની ગંભીરતા ધ્યાને લઇ નોટિસ ઇશ્યૂ કરવાનો હુક્મ કર્યો છે.

શાસકપક્ષના નેતા તરીકેનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું

અત્રે નોંધનીય છે કે, પત્રિકા કાંડ સપાટી પર આવતાની સાથે ભાજપની આંતરિક ટાંટીયાખેંચ ખુલીને બહાર આવી હતી. જેમાં સંડોવણી ખુલતા અલ્પેશ લિંબાચીયાનું શાસકપક્ષના નેતા તરીકેનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાઇકોર્ટમાં રીટ કરવામાં આવતા આજે નવી અપડેટ સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : NDPS ના ગુનામાં ફરાર આરોપી મોલમાં ટહેલતો ઝડપાયો

Advertisement
Tags :
Advertisement

.