Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉછીના લીધેલા પૈસા પરત નહિ આપતા યુવકની ગોળી મારી હત્યા !

ગત 4થી ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા માં આવેલા આસોજ ગામ પાસે બંદૂકની ગોળી મારી કરાયેલી યુવકની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે. આસોજ પાસે યુવકની ગોળી મારી હત્યાસમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જય ગણેશ સોસાયટીમાં રહેતા વિશ્વનાથસિંગ ગુર્જવાર સાવલી તાલુકાના આસોજ ગામ પાસેથી પોતાની બાઈક પર પસાર થઈ રહ્યા હતા દરમિયાન અન્ય
ઉછીના લીધેલા પૈસા પરત નહિ આપતા યુવકની ગોળી મારી હત્યા
ગત 4થી ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા માં આવેલા આસોજ ગામ પાસે બંદૂકની ગોળી મારી કરાયેલી યુવકની હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો છે. 

આસોજ પાસે યુવકની ગોળી મારી હત્યા
સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જય ગણેશ સોસાયટીમાં રહેતા વિશ્વનાથસિંગ ગુર્જવાર સાવલી તાલુકાના આસોજ ગામ પાસેથી પોતાની બાઈક પર પસાર થઈ રહ્યા હતા દરમિયાન અન્ય બાઈક પર સવાર બે બુકાનીધારી શખ્સો દ્વારા વિશ્વનાથસિંગ નો પીછો કરવામાં આવ્યો હતો. વિશ્વનાથસિંગ કંઈ સમજે વિચારે એ પહેલા જ બુકાનીધારી શખ્સ દ્વારા તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.જેથી વિશ્વનાથસિંગ પોતાનો જીવ બચાવવા નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં  ભાગ્યો હતો. હત્યારાઓ દ્વારા ફરી એક વખત ગોળીબાર કરાતા વિશ્વનાથને પીઠ ના ભાગે ગોળી વાગી હતી.જેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
ધોળા દિવસે જાહેરમાર્ગ પર ફિલ્મી ઢબે ખેલાયેલા ખૂની ખેલના સમાચાર જોતજોતામાં સમગ્ર પંથકમાં ફેલાઈ ગયા હતા, ત્યારે મંજુસર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસની સુરક્ષા વ્યવસ્થાના દાવા પર અનેક સવાલો
ઉલ્લેખનીય છે કે મંજુસર પોલીસ સ્ટેશનથી થોડે ક જ દૂર ધોળે દિવસે એક યુવકની ગોળી મારી હત્યા કરી દેવાતા પોલીસની સુરક્ષા વ્યવસ્થાના દાવા પર અનેક સવાલો ઉઠ્યા હતા,જેથી સામાન્ય ગુનાઓમાં હરિફાઈ કરતી જિલ્લા પોલીસે પોતાની આબરૂ બચાવવા એકજૂટ થવું પડ્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી.દરમિયાન વિશ્વનાથના કોઈ પરિચિત દ્વારા હત્યા કરાઈ હોવાની માહિતી મળતા પોલીસે મધ્યપ્રદેશથી શીવસિંગ રાણાને સ્થાનિક પોલીસની મદદથી મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો જ્યારે તેના સાગરીત આકાશ સુરેન્દ્ર કિરાડને વડોદરાથી ઝડપી પાડયો હતો.

ઉછીના પૈસાના મુદ્દે કરાઇ હત્યા
પોલીસ દ્વારા હત્યાના ગુનામાં સામેલ બંને આરોપીઓની કડકાઈ થી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક તેમજ હત્યારો શિવસિંગ બંને કેટરિંગના વ્યવસાય સાથે લાંબા સમય થી સંકળાયેલા હતા. મૃતક વિશ્વનાથ એ વ્યવસાય માટે તેના મિત્ર શીવસિંગ પાસેથી અંદાજે 6 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને જ્યારે ઉછીના લીધેલા રૂપિયા પરત આપવાનો સમય આવ્યો ત્યારે હાથ અધ્ધર કરી લીધા હતા,જેથી રોષે ભરાયેલા શિવસીંગ દ્વારા પોતાના પરિચિતની મદદ થી વિશ્વનાથની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

જિલ્લા પોલીસની ઢીલી નીતિના કારણે ગુનેગારો બેફામ
મંજુસર વિસ્તારમાં થયેલી યુવકની હત્યા નો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી દીધો પરંતુ આ જ જિલ્લા પોલીસની ઢીલી નીતિના કારણે ગુનેગારો બેફામ બની ગયા હોય અને જાણે કાયદા નો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આજ સાવલી તાલુકામાંથી ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું,ત્યાર બાદ ATS દ્વારા વડોદરા જિલ્લાના સિંધરોટ ખાતેથી  ડ્રગ્સ બનાવવા ની મીની ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી,ત્યારે જિલ્લા પોલીસની જાંબાઝ કહેવાતી સુરક્ષા એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ હતી જેના કારણે વડોદરા જિલ્લા પોલીસનું નાક કપાયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.