Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ ધારે તો શું કરી શકે, જાણો વડોદરાનો કિસ્સો..

કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ (Police) જો ધારે તો કંઇ પણ કરી શકે છે તે ફરી એક વાર પુરવાર થયું છે.  વડોદરા (Vadodara)ના કોર્પોરેટર (Corporator)ને પોલીસે કાયદાનો પાઠ શીખવાડ્યો છે.  વારંવાર વિવાદમાં આવી રહેલા કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને મંજૂરી વગર યોજેલા ડાયરાને પોલીસે બંધ કરાવ્યો હતો પોલીસે કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવ્યુંવડોદરા પોલીસ
પોલીસ ધારે તો શું કરી શકે  જાણો વડોદરાનો કિસ્સો
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ (Police) જો ધારે તો કંઇ પણ કરી શકે છે તે ફરી એક વાર પુરવાર થયું છે.  વડોદરા (Vadodara)ના કોર્પોરેટર (Corporator)ને પોલીસે કાયદાનો પાઠ શીખવાડ્યો છે.  વારંવાર વિવાદમાં આવી રહેલા કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને મંજૂરી વગર યોજેલા ડાયરાને પોલીસે બંધ કરાવ્યો હતો 

પોલીસે કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવ્યું
વડોદરા પોલીસે કોર્પોરેટરને કડકાઇનો અનુંભવ કરાવ્યો છે.  વિવાદિત કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જુનીગઢી વિસ્તારનાં બે પૌરાણિક મંદિરોનાં જીર્ણોદ્ધાર હેતુ કાર્યક્રમ યોજાયો હતો  અને તેમાં ડાયરાનું આયોજન કરાયું હતું. 
જાહેર રોડ પર પોલીસની મંજૂરી વગર યોજ્યો કાર્યક્રમ
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઇવા મોલ ચાર રસ્તા પાસે જાહેર રસ્તા પર કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે કાર્યક્રમ યોજ્યો હતો. જો કે આ કાર્યક્રમ માટે કોઇ પણ જાતની પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી. પોલીસની મંજૂરી વગર આ કાર્યક્રમ યોજાયો હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ અધિકારીઓ કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા હતા. 
પોલીસે કોર્પોરેટર પાસેથી માઇક આંચકી લીધું
પોલીસે  કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે યોજેલા કાર્યક્રમને બંધ કરાવ્યો હતો. કાર્યક્રમમાં મંચ પર ચઢી પોલીસે કાઉન્સિલર પાસેથી માઇક આંચકી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો અને મંચ પર ઉપસ્થિત અગ્રણીઓને નીચે ઉતાર્યા હતા. કોર્પોરેટરના આશ્રય ફાઉન્ડેશન દ્વારા 'માં બાપને ભુલશો નહીં' અડાયરાનું આયોજન કરાયું હતું.
પોલીસે સબક શીખવાડ્યો 
પોતાની જાતને દબંગ માનતા આ કોર્પોરેટરને પોલીસે સબક શીખવાડ્યો હતો અને કાયદો બધા માટે સરખો છે તેનું ભાન કરાવ્યું હતું. પોલીસની કડકાઇની ચારે બાજુ પ્રશંસા થઇ રહી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ધારે તો કંઇ પણ કરી શકે છે તે ફરી એક વાર પુરવાર થયું હતું.
PIની બદલી 
જો કે કોર્પોરેટરને કાયદાનું ભાન કરાવનારા માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.દેસાઇની બદલી કરી દેવાઇ હતી. પીઆઇ વીરેન્દ્ર ખેરને માંજલપુર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપાયો છે. કોર્પોરેટરે રાજકીય વગનો ઉપયોગ કરી પીઆઇની બદલી કરાવી હોવાની વડોદરામાં ભારે ચર્ચા ચાલી રહી છે
Advertisement
Tags :
Advertisement

.