વડોદરામાં મતદારોએ નેતાઓનું નાક દબાવ્યું, જાણો સમગ્ર મામલો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો (Political parties)ના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો કે હવે ચૂંટણી સમયે પોતાના વિસ્તાર કે ગામોમાં સુવિધાના કામો ના થતાં અકળાયેલા મતદારો (Voter) મત માગવા આવતા નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે ચૂંટણીનો બહિષ્કાર પણ કરતા હોય છે. આવું જ કઇંક વડોદરા (Vadodara)ના કારેલીબાગ વિસ્તારમાં બન્યું
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો (Political parties)ના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો કે હવે ચૂંટણી સમયે પોતાના વિસ્તાર કે ગામોમાં સુવિધાના કામો ના થતાં અકળાયેલા મતદારો (Voter) મત માગવા આવતા નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે ચૂંટણીનો બહિષ્કાર પણ કરતા હોય છે. આવું જ કઇંક વડોદરા (Vadodara)ના કારેલીબાગ વિસ્તારમાં બન્યું છે જ્યાં 8 સોસાયટીના રહિશોએ NO VOTEના બેનર્સ લગાવ્યા છે અને નેતાઓને મત માગવા સોસાયટીમાં પ્રવેશવું નહીં તેવું જણાવી દેવાયું છે.
ચૂંટણી બાદ નેતાઓ ફરકતા પણ નથી
ચૂંટણી આવતા જ નેતાઓ મતદારોને રીઝવવા માટે ભારે પ્રયાસો કરે છે અને તમામ કામો પોતે પુરા કરી દેશે તેવી લાલચો પણ આપતા હોય છે. જો કે ક્યારેક એવું પણ જોવા મળે છે કે ચૂંટણી જીત્યા બાદ નેતાઓ આ વિસ્તારમાં ફરકતાં પણ નથી. પાંચ વર્ષ સુધી આ નેતાઓ પ્રજાને જોવા મળતા નથી અને પ્રજાના કામો થતાં નથી તેથી પ્રજાની મુશ્કેલીનું નિરાકરણ થતું નથી. પ્રજા ચૂંટણી ટાણે જ આ નેતાઓને સબક શીખવાડે છે.
કારેલીબાગમાં લાગ્યા બેનર્સ
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહિશોએ NO VOTEના બેનર્સ લગાવ્યા છે. આ રહિશોનું કહેવું છે કે કારેલીબાગ પાણીની ટાંકીથી હાથખાના રોડ પર થતા લારી ગલ્લાના દબાણો તથા શાકભાજી માર્કેટના દબાણો તાત્કાલીક ધોરણે જો નહીં હટાવાય તો કલાકુંજ-2, કલાકુંજ-3, હરિકૃપા, અજીતનાથ, કૃષ્ણકુંજ, શુકન-3, નિર્વાણ ફ્લેટ, ધનલક્ષ્મી સોસાયટીના પિડીત રહિશો દ્વારા તમામ ચૂંટણીમાં પોતાના મત આપવાના અધિકારથી દુર રહેવાનું નક્કી કર્યું છે.
મગ માગવા પણ આવવું નહીં
આ પ્રકારના લખાણ ધરાવતા બેનર્સ ઠેર ઠેર લગાવામાં આવ્યા છે. બેનર્સમાં લખાયું છે કે કોઇ પણ પક્ષના નેતાઓએ મત માગવા સોસાયટીમાં પ્રવેશવું નહીં. કારેલીબાગ વિસ્તારના રહિશો આ સમસ્યાથી એટલા કંટાળ્યા છે કે આખરે તેમને NO VOTEના બેનર્સ લગાડવા મજબૂર થવું પડયું છે. આ બેનર્સથી રાજકીય પક્ષોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.