નવા વર્ષમાં આજે પહેલાવાર ગુજરાત આવ્યો છું, તમને નવા વર્ષની શુભકામના : PMશ્રી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેઓ વડોદરા, કેવડિયા, માનગઢ અને જાંબુઘોડાની 3 દિવસમાં મુલાકાત લેશે. રવિવારે બપોરે બે વાગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વડોદરા (Vadodara) પહોંચ્યા છે.વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો :-આપણે ત્યાં ગુજરાતમાં તો દિવાળી દેવદિવાળી સુધી ચાલે. દિવાળીના આ પર્વ દરમિયાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અનમોલ ભેટ મળી છે. નવા વર્ષમાં આજ
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi) આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. તેઓ વડોદરા, કેવડિયા, માનગઢ અને જાંબુઘોડાની 3 દિવસમાં મુલાકાત લેશે. રવિવારે બપોરે બે વાગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વડોદરા (Vadodara) પહોંચ્યા છે.
વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો :-
- આપણે ત્યાં ગુજરાતમાં તો દિવાળી દેવદિવાળી સુધી ચાલે. દિવાળીના આ પર્વ દરમિયાન વડોદરાને, ગુજરાતને, દેશને એક અનમોલ ભેટ મળી છે. નવા વર્ષમાં આજે પહેલાવાર ગુજરાત આવ્યો છું. તમને નવા વર્ષની શુભકામના.
- ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા આ પગલું ભરી રહ્યાં છીએ.
- ભારત વિમાન બનાવશે, જેમાં લખ્યું હશે મેડ ઈન ઈન્ડિયા
- આવું પહેલીવાર છે જ્યારે ભારત ડિફેન્સ એરોસ્પેસ સેક્ટરમાં આટલું મોટું રોકાણ થઈ રહ્યું છે. આ ભારતની સેનાને તાકત આપશે.
- શિક્ષણમાં પ્રતિષ્ઠિત વડોદરા એવિએશન સેક્ટરમાં નવી ઓળખાણ બનાવશે.
- દેશમાં પહેલીવાર મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનશે તે માટે ટાટા ગૃપ અને એરબસ ડિફેન્સ કંપનીને શુભકામનાઓ આપું છું.
- આ પ્રોજેક્ટથી ભારતની 100થી વધારે એમએસએમઈ જોડાશે. અન્ય દેશોના ઓર્ડર પણ લેવાશે.
- મેક ઈન ઈન્ડિયા મેક ફોર ગ્લોબ થશે
- આગામી ચાર પાંચ વર્ષોમાં કરોડો નવા મુસાફરો હવાઈ મુસાફરો બનવાના છે. ઉડાન યોજનાથી આમા મદદ મળે છે.
- આજના આયોજનમાં વિશ્વ માટે સંદેશ છે. આજે ભારત દુનિયાની ગોલ્ડન તકો લઈ આવ્યું છે. કોરોના અને યુદ્ધ બાદ પણ ભારતનો મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ મોમેન્ટમ બન્યો છે.
- આજે ભારત લો કોસ્ટ મોન્યૂં. અને હાઈ આઉટપુટ આપે છે. છેલ્લા 8 વર્ષોમાં જે ફેરફાર અમારી સરકાર કર્યાં છે તેનાથી ભારતની મેન્યૂૂ. માટે એક વાતાવરણ બન્યું છે.
- કોર્પોરેટ ટેક્સ સરળ બનાવ્યા હોય, એફડીઆઈનો માર્ગ ખોલવો હોય, લેબર રિફોર્મ્સ કરવાનો હોય, 33 હજારથી વધારે ક્મ્પાઈન્સીસ ખતમ કર્યાં, ભારતમાં આજે ઈકોનોમિક રિફોર્મની ગાથા લખવામાં આવી રહી છે જેનો ફાયદો મેન્યુફેરક્ચરિંગ સેક્ટરને મળી રહ્યો છે.
- પહેલાની સરકારે સમસ્યા ટાળવાનો માઈન્ડ સેટ હતો. કોઈ નીતિ બનાવી નહી. આજનું ભારત નવા માઈન્ડ સેટ સાથે કામ કરે છે. અમે વિકાસ માટે રોકાણકારો માટે અનેક ઈન્સેન્ટિવ લાવ્યા. જેનાથી ફેરફાર દેખાયા.
- પહેલા ભારત મેન્યૂફેક્ચરિંગમાં સારુ થઈ શકે નહી તેવો માઈન્ડ સેટ હતો. તેથી સર્વિસ સેક્ટર પર જ કામ થતું હતું. પણ આજનું નવું ભારત તમામ ક્ષેત્રે વિકાસ આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે.
- આજે ભારત મેન્યૂફેક્ચરિંગમાં સૌથી આગળ રહેવાની તૈયારીમાં છે. આ તે માટે શક્ય થયું કારણ કે છેલ્લા 8 વર્ષમાં અમે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર આપ્યો.
- અમારી સરકારની ઈન્વેસ્ટમેન્ટ ફ્રેડલી નીતિનું ફળ જોવા મળે છે. 8 વર્ષોમાં 160 દેશોથી વધારે દેશોની કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે.
- વર્ષ 2000 થી 2014 સુધીમાં જેટલું રોકાણ થયું તેની તુલના આ આઠ વર્ષોમાં 5 ગણું વધારે રોકાણ વિવિધ સેક્ટરમાં થયું છે.
- આજે દેશના રક્ષા મંત્રાલય અને ગુજરાત સરકારની પ્રશંસા કરૂ છું.
- ગુજરાત સરકારે શાનદાર ડેફએક્સપોનું આયોજન કર્યું, મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીનો સૌથી સારો એક્સપો હતો. તેમાં દર્શાવેલા તમામ ઉપકરણ ભારતમાં બનેલા છે.
- હું ટાટા ગૃપ અને એરબસને અગ્રીમ શુભકામનાઓ આપું છું.
- આજના અવસરે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આગ્રહ કરૂં છું કે દેશમાં રોકાણ માટેનું જે વાતાવરણ બન્યું છે તેનો લાભ ઉઠાવો. આગળ વઘો
- સ્ટાર્ટ અપને કેવી રીતે આગળ વધે તે વિચારવું, દરેક ઈન્ડસ્ટ્રીએ પોતાના કંપનીમાં સ્ટાર્ટ અપ સેલ બનાવી જે યુવાનો સ્ટાર્ટ અપ કરે છે તેનો અભ્યાસ કરો. જેનો લાભ મળશે.
- સૌના પ્રયાસનો મંત્ર સૌને કામ આવશે. તમામ દેશવાસીઓને આ પ્રોજેક્ટ માટે શુભકામનાઓ.
આજે ભારત કંઇ બોલે છે તો દુનિયા કાન ખોલીને સાંભળે છે
આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સ્ટેટ્સમેન એટલે કે અસાધારણ નેતા વર્તમાનની જરુરીયાત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી એવા જ સ્ટેટ્સમેન છે. આજે આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. પહેલા ભારતની વાતોને ગંભીરતાથી લેવાતી ન હતી પણ આજે ભારત કંઇ બોલે છે તો દુનિયા કાન ખોલીને સાંભળે છે. દેશની સુરક્ષા માટે વડાપ્રધાને અનેક કાર્યો કર્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા નવી યાત્રા શરુ થઇ રહી છે. આત્મનિર્ભર ભારત તરફ આ એક પગલું છે
વડાપ્રધાનનો ભવ્ય રોડ શો શરુ
વડોદરામાં વડાપ્રધાનશ્રીના 3 કિમી લાંબા ભવ્ય રોડ શો નો પ્રારંભ થયો છે. હજારો લોકો વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસી મેદાન સુધીના રસ્તા પર વડાપ્રધાનશ્રીને મળવા માટે ઉમટી પડ્યા છે. લોકોએ મોદી મોદીના નારા લગાવી વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યું હતું. કર્મભૂમિ વડોદરામાં વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કરાયું છે.
વહીવટી તંત્ર દ્વારા ઠેર-ઠેર વડાપ્રધાનશ્રીના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. રોડ-શોના રૂટ પર વડાપ્રધાનશ્રી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ત્યાર બાદ તેઓ લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે જનમેદની સંબોધશે
વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ
વડાપ્રધાનશ્રી મધ્ય ગુજરાતને 21,935 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. પીએમ મોદી ભારતીય વાયુસેનાના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાનશ્રીની ખાસ બેઠક
વડોદરામાં સભા પહેલાં ઉદ્યોગપતિઓને વડાપ્રધાનશ્રી વ્યક્તિગત મળ્યા હતા. મિટિંગ માટે સભા મંડપની બાજુમાં વિશેષ ડોમ બનાવાયો છે. લક્ષ્મી મિત્તલ, હિસાકી તાકેચી સહિતનાં ઉદ્યોગપતિઓને પીએમ મોદી મળ્યા હતા. પીએમ મોદીએ વડોદરામાં સ્થપાનાર એરક્રાફ્ટ પ્લાન્ટને લઇને ઉદ્યોગપતિઓ સાથે કરી હતી અને આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા ઉદ્યોગપતિઓના મંતવ્ય લીધા હતા. સઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં પીએમ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ અને નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.