Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર પોલીસના અમાનુષી અત્યાચારનો દર્દનાક કિસ્સો...વાંચો..!

છોટાઉદેપુરનો કાળજુ કંપાવતો ચોંકાવનારો કિસ્સો સગીર પર તપાસના નામે પોલીસનો અમાનુષી અત્યાચાર પોલીસના અત્યાચારથી માસુમની હાલત લાશ જેવી! હત્યા કેસમાં પોલીસ પિતા સાથે પુત્રને પણ ઉઠાવી ગઇ! પિતા-પુત્ર સાથે પૂછપરછને નામે આચરી હેવાનિયત 10માં ધોરણમાં ભણતા પુત્રને કરંટ આપ્યાનો...
છોટાઉદેપુર પોલીસના અમાનુષી અત્યાચારનો દર્દનાક કિસ્સો   વાંચો
  • છોટાઉદેપુરનો કાળજુ કંપાવતો ચોંકાવનારો કિસ્સો
  • સગીર પર તપાસના નામે પોલીસનો અમાનુષી અત્યાચાર
  • પોલીસના અત્યાચારથી માસુમની હાલત લાશ જેવી!
  • હત્યા કેસમાં પોલીસ પિતા સાથે પુત્રને પણ ઉઠાવી ગઇ!
  • પિતા-પુત્ર સાથે પૂછપરછને નામે આચરી હેવાનિયત
  • 10માં ધોરણમાં ભણતા પુત્રને કરંટ આપ્યાનો આરોપ
  • કરંટને લીધે પુત્રને પેરાલિસિસ થઇ ગયાનો ગંભીર આરોપ
  • પરિવારે જુવેનાઇલ કૉર્ટમાં ફરિયાદ કરી તો મળી ધમકી!
  • પોલીસ તરફથી ધમકી મળતી હોવાનો પરિવારનો આરોપ
  • ધમકી મળતાં લાચાર પરિવાર IG કચેરીએ પહોંચ્યો
છોટાઉદેપુર (Chotaudepur) જિલ્લાના જબુગામ ખાતે થયેલી હત્યાના બનાવમાં તપાસના નામે છોટાઉદેપુર પોલીસે અમાનુષી અત્યાચાર ગુજારતાં સગીરની હાલત ખરાબ થઇ ગઇ હતી અને તેને પેરાલિસિસ થઇ ગયો હોવાનો ગંભીર આરોપ પરિવારે લગાવ્યો હતો. પરિવારે આ મામલે જુવેનાઇલ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ કોર્ટે છોટાઉદેપુરના ડીએસપી સહિત 15 પોલીસ કર્મી સામે તપાસ કરવા સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી હતી. પરિવારે જુવેનાઇલ કોર્ટમાં ફરિયાદ કરતાં આરોપીઓએ પરિવારને ધમકી મળી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને રજૂઆત માટે લાચાર પરિવાર IG કચેરીએ પહોંચ્યો હતો.
10માં ધોરણમાં ભણતા પુત્રને પોલીસે કરંટ આપ્યો
ગત 6 નવેમ્બરે જબુગામ ખાતે પાંચ માસ પહેલાં દલાજી વણઝારાની 50 લાખની ખંડણી માગવાના મુદ્દે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં એલસીબીએ ફરિયાદી અને તેના સગીર પુત્રની પુછપરછ કરી હતી પણ બાપ દિકરાએ પોતાનો ગુનો કબુલ ના કરતાં પોલીસે તેમની ધરપકડ કરીને સાથે લઇ ગઇ હતી. ત્યારબાદ પોલીસવાળા બાપ દીકરા પર રીતસર તૂટી પડ્યા હતા. જેમાં સગીરને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેમના 10માં ધોરણમાં ભણતા પુત્રને પોલીસે કરંટ આપ્યો હતો. પોલીસના અમાનુષી અત્યાચારથી સગીરને પેરાલિસીસ થઇ ગયો હોવાનો આરોપ પણ પરિવારે લગાવ્યો હતો.
પોલીસ કર્મચારીઓ દ્વારા ધમકીઓ
છોટાઉદેપુરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા ધોરણ દસના વિધાર્થીને માર મરાતા તેમજ કરંટ અપાતા વિધાર્થીની હાલત જીવતી લાશ જેવી બની છે.આ કેસમાં કસૂરવાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સી.આઈ.ડી. ક્રાઇમ ગાંધીનગર દ્વારા તપાસ શરૂ કરતા કસૂરવાર પોલીસ કર્મચારીઓ દ્વારા ધમકીઓ અપાતી હોવાનું જણાવી પીડિત વિધાર્થી અને પરિવારે વડોદરા આઈ.જી.ને રજુઆત કરી ન્યાયની માંગણી કરી છે
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને તપાસ સોંપવા આદેશ
આ કેસમાં જુવેનાઈલ કોર્ટમાં ફરિયાદ કરાતા કોર્ટે છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા અને એલસીબી પીઆઈ સહિત ૧૫ સામે ગુનો નોંધી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને તપાસ સોંપવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના મારના કારણે સગીરની હાલત ગંભીર થઇ ગઇ છે અને તે પાણી પણ પી શક્તો નથી અને જીવતી લાશ બની ગયો છે.
આઈજી સંદીપ સિંગને રજૂઆત
પોલીસ દ્વારા જ ધમકી મળતાં આખરે ન્યાય માટે પીડિત પરિવાર આઇજી કચેરીએ પહોંચ્યો હતો અને પરિવારે વડોદરા આઈજી સંદીપ સિંગને રજૂઆત કરી હતી
કેસમાં ન્યાય મળે તે માટે પીડિતના પરિવારની રજૂઆતો
પોલીસના અત્યાચારના કારણે સગીરની હાલત કથળી જતાં તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસના મારના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીની કારકિર્દી અને ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે. હાલ તો તે અન્યોના સહારે જીવવા મજબૂર થયો છે ત્યારે સમગ્ર કેસમાં ન્યાય મળે તે માટે પીડિતના પરિવારે રજૂઆતો કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Advertisement

.