ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : યુવા સાંસદ ડો. હેમાંગ જોશીનો ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીમાં સમાવેશ

VADODARA : વડોદરા (VADODARA) ના યુવા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA YOUNGEST MP DR. HEMANG JOSHI) નો વિવિધ મંત્રાલયની ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે વિવિધ પાર્લામેન્ટ્રી કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહત્વની ગણાતી કમિટીમાં વડોદરાના...
04:30 PM Sep 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના યુવા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA YOUNGEST MP DR. HEMANG JOSHI) નો વિવિધ મંત્રાલયની ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે વિવિધ પાર્લામેન્ટ્રી કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહત્વની ગણાતી કમિટીમાં વડોદરાના સાંસદને સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયની ગવર્નિંગ બોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે એક સાંસદને એક જ કમિટીમાં સ્થાન મળતું હોય છે

કેન્દ્રમાં નવી સરકાર ચૂંટાયા બાદ તાજેતરમાં વિવિધ મંત્રાલયની પાર્લામેન્ટ્રી કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશના યુવા સાંસદ એવા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને ત્રણ મહત્વની ગણાતી કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કમિટીઓમાં શિક્ષણ મંત્રાલય, રમત ગમત તથા સાંસ્કૃતિક બાબતો અને મહિલા તથા બાળ વિકાસનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે એક સાંસદને એક જ કમિટીમાં સ્થાન મળતું હોય છે. જ્યારે ડો. હેમાંગ જોશીને ત્રણ મહત્વની કમિટીઓમાં સમાવવામાં આવ્યા છે.

શૈક્ષણિક અનુભવોનું ભાથું દેશની વિવધ કમિટીઓને મળવા જઇ રહ્યું છે

વડોદરાના ડો. હેમાંગ જોશી ભણેલા-ગણેલા યુવા સાંસદ છે. યુવા સાંસદ તરીકે તેમની ગણના દેશના ટોપ - 10 માં થાય છે. ચૂંટાયા પહેલા જ તેઓ વિશ્વ પ્રતિષ્ઠિત આઇઆઇએમમાંથી નેતૃત્વના પાઠ શીખ્યા હતા. હવે તેમના શૈક્ષણિક અનુભવોનું ભાથું દેશની વિવધ કમિટીઓને મળવા જઇ રહ્યું છે. અગાઉ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના ગવર્નિંગ બોર્ડમાં પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેમની વિવિધ ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીમાં સમાવવામાં આવ્યા છે. જેના કારણે વડોદરાવાસીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે સંકલન જાળવવા મુદ્દાસર સમજ અપાઇ

Tags :
committeedr. hemanginjoshiMPParliamentaryselectedthreetoVadodarayoungest
Next Article