Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાલિકાની વોર્ડ ઓફીસ સામેના રહેણાંક વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ

VADODARA : વડોદરા (VADODARA) ના નાગરવાડા (NAGARWADA) વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફીસની સામે આવેલા માળી મહોલ્લામાં પીવાનું પાણી દુષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો. જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કર નો સહારો લેવામાં આવી રહ્યો છે. વડોદરાને કહેવા માટે...
vadodara   પાલિકાની વોર્ડ ઓફીસ સામેના રહેણાંક વિસ્તારમાં પાણી માટે ટેન્કર રાજ

VADODARA : વડોદરા (VADODARA) ના નાગરવાડા (NAGARWADA) વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફીસની સામે આવેલા માળી મહોલ્લામાં પીવાનું પાણી દુષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો. જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કર નો સહારો લેવામાં આવી રહ્યો છે. વડોદરાને કહેવા માટે તો સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ લોકોના ઘર સુધી પીવાલાયક પાણી પહોંચાડવા માટે પણ ટેન્કરનો સહારો લેવો પડે, તો હકીકનો તમે અંદાજો લગાડી શકો છે. સ્થાનિકો દ્વારા વર્ષો જુની પાણીની લાઇન બદલીને તેની જગ્યાએ નવી લાઇન નાંખવાની માંગ કરવામાં આવી છે.

Advertisement

કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર તો અમારો ફોન પણ રીસીવ કરવા માટે તૈયાર નથી

સમગ્ર મામલે સ્થાનિક સ્નેહલભાઇ માળીએ જણાવ્યું કે, આ નાગરવાડા વિસ્તારનો માળી મહોલ્લો છે. જે પાલિકાની કચેરીની સામે આવેલો છે. અહિંયા ઘણા સમયથી ગંદુ-દુષિત પાણી આવતું હતું. ગટરનું કાળુ પાણી આવતું હતું. આજે ત્રીજો દિવસ છે. ટેન્કર આવી રહ્યા છે. ટેન્કર વાળા આવે છે, અને અમને 15 મીનીટમાં જ પાણી ભરી લેવા માટે જણાવવામાં આવે છે. કોર્પોરેટર જ ટેન્કર મોકલી રહ્યા છે. કોર્પોરેટર શ્વેતા ઉત્તેકર તો અમારો ફોન પણ રીસીવ કરવા માટે તૈયાર નથી. કોર્પોરેટર બંદિશ શાહ જોડે વાત થઇ છે. તેઓ અમારી વાત સાંભળવા નથી માંગતા. અમારી પાણીની લાઇન જુની છે. હવે પરિવારના સભ્યો વધ્યા છે, સાથે જ પાણીની જરૂરીયાત પણ વધી છે. આજે પણ વર્ષો જુની લાઇન થકી જ પાણી આવે છે. ઘરે ઘરે પાણીની તકલીફ છે. અહિંયા 50 થી વધુ પરિવારો રહે છે. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે.

Advertisement

અમે ધંધો કરીએ તો ખાઇએ તેવી પરિસ્થિતી છે

સ્થાનિક મહિલા લીલા બહેને જણાવ્યું કે, પાલિકાની વોર્ડ નં - 7 ની ઓફીસ સામે પાણીની મોકાણ ચાલી રહી છે. પીવાનું પાણી તથા અન્ય વપરાશ માટેનું પાણી નથી મળતું. અમે ધંધો કરીએ તો ખાઇએ તેવી પરિસ્થિતી છે. અમારો કોર્પોરેટર અહીંયા આવતો જ નથી. ત્રણ દિવસથી ખાડા માત્ર ખોદ્યા છે. અમે મોટી પાણીની મોટી પાઇપ નાંખવાની માંગ કરી રહ્યા છીએ. અમે વેચાતુ કેટલું પાણી લાવીએ, મજુરિયાત માણસ કેવી રીતે બધુ કરે, તમે જ કહો !

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપની તપાસ તેજ, શકમંદોને રાઉન્ડ અપ કરાયા

Advertisement

Tags :
Advertisement

.