VADODARA : PM મોદીના કાર્યક્રમ સ્થળને સુશોભિત કરતા ફૂલોમાંથી ખાતર બનાવાશે
VADODARA : તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન વડોદરા (VADODARA) ની મુલાકાતે આવ્યા હતા. બંને મહાનુભવોની હાજરીમાં વડોદરાના ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શોભા વધારવા માટે ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું હતું. આ ફૂલોમાંથી હવે ખાતર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યુસીડી પ્રોજેક્ટ અંતર્ગત સખી મંડળની બહેનોનો તાલીમ આપવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ફૂલોનો સદઉપયોગ કરવાનો નિર્ણય
તાજેતરમાં દેશમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો વડોદરામાં નાંખવામાં આવ્યો છે. આ તકે બે દેશોના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમના મુલાકાત સ્થળોને આકર્ષક બનાવવા માટે વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલોથી તેનો શણગાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે આ ફૂલોનો સદઉપયોગ કરવાનો નિર્ણય પાલિકા તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
સખી મંડળની બહેનોનો વિશેષ તાલીમ
સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમ સ્થળોએથી આશરે 6 હજાર કિલો જેટલા ફૂલો એકત્ર કરવામાં આવ્યા છે. અને હવે તેમાંથી ઓગ્રોનિક ખાતર બનાવવાની દિશામાં વધુ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સખી મંડળની બહેનોનો વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. કાર્યક્રમ સ્થળેથી એકત્ર કરવામાં આવેલા ફૂલોમાંથી ખાતર બનાવવા માટેની કામગીરી માટે જથ્થો મસીયાકાંસ તળાવ ખાતે પહોંચાડવામાં આવ્યો છે.
ગણેશ વિસર્જન બાદ 25 ટન નિર્માલ્ય બહાર કઢાયું
અત્રે ઉલ્લેખીય છે કે, પાલિકા દ્વારા અગાઉ ગણેશ વિસર્જન બાદ 25 ટન નિર્માલ્ય બહાર કાઢવામાં આવ્યું હતું. તેમાંથી બાયો કમ્પોસ્ટ બનાવવામાં આવ્યું છે. તે જ રીતે હવે વડાપ્રધાન મોદીના ઐતિહાસીક કાર્યક્રમ સ્થળ પરના ફૂલોમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ડે. મેયરની ઓફીસ પાસે ભૂવો પડ્યો