VADODARA : પાલિકાના પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગતા ઉત્તેજના
VADODARA : હાલમાં દેશભરમાં દિપાવલી (DIWALI - 2024) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા (VADODARA) માં પણ અસલ મીજાજથી ફટાકડા ફોડી, રોશની કરી તથા અન્યના જીવનમાં અજવાળું પાથરી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા પાલિકાના પ્લોટમાં પડી રહેલા કચરામાં ગતરાત્રે એકાએક આગ લાગી હતી. કચરો સુકો હોવાથી જોતજોતામાં આખો ઢગલો તેની લપેટમાં આવી ગયો હતો. જેને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું અનુમાન
વડોદરામાં દિપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સાંજથી અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવાનું શરૂ થાય છે, જે સિલસિલો મોડી રાત સુધી ચાલતો હોય છે. ત્યારે આ વચ્ચે એકલ-દોકલ આગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જે લાગવાનું પ્રાથમિક કારણ ફટાકડા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આવી જ એક ઘટના હરણી વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ એન્કલેવ સામેના પાલિકાના પ્લોટમાં સામે આવી છે. આ ખુલ્લા પ્લોટમાં લાંબા સમયથી કચરાનો ઢગલો પડી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા રજુઆત છતાં તેને દુર કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવતું હતું.
એક તબક્કે આગએ મોટું સ્વરૂપ ધારણ કર્યું
આ વચ્ચે ગતરાત્રે આ કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. સુકો કચરો હોવાથી જોતજોતામાં આખો ઢગલો આગની લપેટમાં આવી ગયો હતો. જેથી એક તબક્કે આગએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. જે બાદ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તુરંત દોડી આવ્યા હતા. અને તેમણે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે મથામણ બાદ લાશ્કરોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સ્થાનિકોની ચર્ચા અનુસાર, આગ લાગવા પાછળનું કારણ ફટાકડો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે, લોકચર્ચામાં તો આગ લગાડવામાં આવી હોવાનો મત પણ સામે આવી રહ્યો છે.
આ પણ વાંચો -- Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં બે તત્કાલીન મનપા કમિશનરને ક્લિનચીટ!