VADODARA : મુખ્યમંત્રીએ વિકાસનાં કામોની યાદી મંગાવી, વિવાદથી બચવા તાકીદ
VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકાના સત્તાધીશો અને મુખ્યમંત્રી વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી જોડે શહેરના વિકાસ કાર્યો તથા આગામી પાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા પાલિકા સત્તાધીશોને વિવાદોથી દુર રહેવા માટેની સ્પષ્ટ સૂચના આપી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. વડોદરા પાલિકામાં સત્તાધીશો વચ્ચેની જૂથબંધીથી મુખ્યમંત્રી પણ વાકેફ હોવાનું આ પરથી અંદાજો લગાડી શકાય છે. (VMC OFFICIALS MEET CM OF GUJARAT, ASK TO GIVE LIST OF DEVELOPMENT WORK)
ગ્રાન્ટ માંગવાની તૈયારીઓ કરી લીધી હતી
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વડોદરા પાલિકાના મેયર પિન્કીબેન, ડે.મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ અને પક્ષ મનોજ પટેલ (મંચ્છો) ને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. જેમાં વડોદરા શહેરને લગતા વિકાસના કામો તથા આગામી પાલિકાની ચૂંટણી સંદર્ભે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા શહેરને લગતા મહત્વના વિકાસના કામોની યાદી મંગાવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા પાલિકાના સત્તાધીશો વિશ્વામિત્રી પ્રોજેક્ટ અને શહેરમાં નિર્માણ પામનારા બ્રિજના કામો માટે ગ્રાન્ટ માંગવાની તૈયારીઓ કરી લીધી હતી. જો કે, આ મામલે મુખ્યમંત્રી દ્વારા યાદી મોકલવાનું સૂચન કર્યું છે.
ગુરૂવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષના અંતે પાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાલિકાના સત્તાધીશોને વિવાદોથી દુર રહેવા માટેનું સ્પષ્ટ સૂચન મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પાલિકાના સત્તાધીશોને આમંત્રણ મળતા જ શહેરની પરિસ્થિતી અને વિકાસના કામો અંગેની માહિતી મેળવવા માટે ગુરૂવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગથી મોટું નુકશાન