VADODARA : રજુઆત કરતા અધિકારીનો નફ્ફટ જવાબ, "મારી જવાબદારી નથી"
VADODARA : વડોદરા (VADODARA) ના તાંદલજા (TANDALJA) વિસ્તારમાં આવેલી હમજા પાર્ક સોસાયટીમાં વિતેલા 20 દિવસથી ગંદુ પાણી (POLLUTED WATER) આવી રહ્યું છે. જેના કારણે લોકો ભારે પરેશાન થયા છે. તાજેતરમાં પાલિકાની વોર્ડ નં - 10 ની કચેરીએ સ્થાનિકોનો મોરચો રજુઆત કરવા પહોંચ્યો હતો. સમસ્યાના સમાધાનની આશાએ પાલિકાની કચેરીએ પહોંચેલા સ્થાનિકોને મહિલા અધિકારીએ નફ્ફટ જવાબ આપતા કહ્યું કે, મારી જવાબદારી નથી. જેથી સ્થાનિકો ભડક્યા હતા, અને સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના મહામંત્રીની આગેવાનીમાં સ્થાનિકો કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા
વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે. પરંતુ સમયસર અને સ્વચ્છ પાણીનું વિતરણ કરીને લોકો સુધી પહોંચાડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જેની સાબિતી આપતા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. તાજેતરમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા હમજા પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થતા પાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસના મહામંત્રી વસીમ શેખની આગેવાનીમાં સ્થાનિકો કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેમની સમસ્યાનું સમાધાન લાવવાની જગ્યાએ મહિલા અધિકારીએ પોતાની જવાબદારીમાંખી હાથ ખંખેરતા નફ્ફટ જવાબ આપ્યો હતો. જેથી તેઓ રોષે ભરાયા હતા.
તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા
વસીમ શેખે મીડિયાને જણાવ્યું હે, અમારા વિસ્તારમાં કાળા રંગનું દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેના કારણે હમઝા પાર્ક સોસાયટીના રહીશો પાણીજન્ય રોગોનો શિકાર બની રહ્યા છે. અને બીમાર પડી રહ્યા છે. આ સાથે જ ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા પણ છે. આ અંગે અનેક વખત સત્તાધીશોને રજુઆત કરવા છતાં કોઇ નિકાલ આવતો નથી. આ અંગે પાલિકાની કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા તો ત્યાં મહિલા અધિકારીએ કહી દીધું કે, મારી જવાબદારી નથી. અને તેમણે તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. જો કે, આ જવાબ સાંભળીને સ્થાનિકો રોષે ભરાયા હતા. અને સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : "હું દારૂનો ધંધો કરવાનો, થાય તે કરી લેજે", કહી બુટલેગરનો હુમલો