Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરા : ગેરકાયદે રેતી ઉલેચતા લાખો રૂપિયાની કિંમતના વાહનો સીઝ કરાયાં

ડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીનાં કિનારે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી છેલ્લા ઘણા સમયથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ કરી હવે કડક...
વડોદરા   ગેરકાયદે રેતી ઉલેચતા લાખો રૂપિયાની કિંમતના વાહનો સીઝ કરાયાં

ડભોઈ તાલુકાનાં ઓરસંગ નદીનાં કિનારે આવેલા ગામોનાં પટમાંથી ભૂમાફિયાઓ દ્રારા બિન અધિકૃત રીતે મોટાપાયે રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી રહી છે. જેથી છેલ્લા ઘણા સમયથી આ ભૂમાફિયા સામે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ દ્રારા ઉંડાણપૂર્વક તપાસ કરી હવે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી હતી. જેને પગલે ગેરકાયદે રેતી ઉલેચી તગડા થઈ ગયેલાં આવા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Advertisement

સીતપુર પાસે ખાણ ખનીજ વિભાગનો દરોડો

ડભોઇ તાલુકાના સીતપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગના વડોદરા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં આજે ભારે સપાટો બોલાવી સીતપુર પાસેના નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ઉલેચી રહેલાં લાખો રૂપિયાનાં સાધનોને સીઝ કરી કડક કાનૂની કાર્યવાહી કરી હતી.

Advertisement

અધિકારીઓ વારંવાર દરોડા પાડે છે છતાં યથાવત પરિસ્થિતિ

દિવસે ને દિવસે નદીના પટમાંથી રેતીનું ખનન થતું હોવાને કારણે નદીના પટમાં પાણીનાં સ્તર ઉંડા જતા રહેતા હોય છે. એટલું જ નહીં ગેરકાયદે ખનનના કારણે સરકારને અને આસપાસનાં ખેડૂતોને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. અધિકારીઓ દ્વારા વારંવાર રેડ કરવામાં આવે છે, છતાં આ ભૂમાફિયાઓ શામ, દામ, દંડ, ભેદની નીતિમાં પાવરધા થઈ ગયેલ છે. આ ગામનાં કેટલાક તત્વો તો સરકારી તંત્રનાં ખબરી બની ગયા છે માટે તેમને પાછલી બારીએ ટેકો મળી રહેતો હોય છ. પરિણામે દરોડા પછી થોડાક સમયમાં જ યથાવત પરિસ્થિતિ થઈ જતી હોય છે. ભૂમાફીયાઓ દંડ ભરી પોતાના વાહનો છોડાવીને ફરી પાછા પોતાના વેપારમાં લાગી જતા હોય છે. જો ખરેખર આવા માફિયાઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તો તંત્રએ વારંવાર રેઈડ કરવાનો વારો આવે નહીં. માત્ર રેઈડ કરી ચોપડા ઉપર કામગીરી બતાવી સંતોષ માની લેવાતો હોવાની ચર્ચાઓ ઉભી થવા પામી છે.

Advertisement

વડોદરાના ભૂસ્તરશાસ્ત્રીની સીધી સૂચનાથી પગલાં ભરાયાં

આજરોજ વડોદરા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સીતપુર પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનનને ઝડપી પાડવામાં આવ્યું હતું. સીતપુર ગામ પાસેથી રેતી ખનન કરતી બે ટ્રક અને એક મશીન (હિટાચી ) ઝડપી પડાયું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા 55 લાખ ઉપરાંત છે. ખાણ ખનીજ ખાતા દ્વારા આજે આકસ્મિત રેડ પાડી હતી, જે લીઝ વિસ્તારની બહાર ચાલી રહેલાં રેતી ખનન કરી આચરવામાં આવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાથેની ટીમ દ્વારા આ રેડ કરીને સીઝ કરેલાં વાહનોને ફરતીકુઈ ખાતે મૂકવામાં આવ્યાં છે.

અહેવાલ : પિન્ટુ પટેલ, ડભોઇ

આ પણ વાંચો : ગોંડલમાં મુખબધીર યુવતી સાથે દુષ્કર્મ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Tags :
Advertisement

.