VADODARA : SUV માં ઠાંસી ઠાંસીને ભરી લઇ જવાતો વિદેશી દારૂ જપ્ત
VADODARA : વડોદરા (VADODARA) માં તહેવારની મોસમ ટાણે વિદેશી દારૂની હેરાફેરીનો કિમિયો નાકામ કરવામાં આવ્યો છે. વરણામાં પોલીસ મથકની હદમાંથી એસયુવી કારમાં ઠાંસી ઠાંસીને લઇ જવાતા રૂ. 2.88 લાખના વિદેશી દારૂ સહિત કુલ રૂ. 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે અડધો ડઝન આરોપીઓની સંડોવણી ખુલવા પામી છે. જે પૈકી બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બાતમીને મળતી આવતી કાર આવી પહોંચતા કોર્ડન કરી
વરણામાં પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી કે, કંવાટથી ડભોઇ થઇ એક સફેદ કલરની એસયુવી કારમાં બે ઇસમો વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ લાવી રહ્યા છે. બાતમી બાદ તુરંત સ્ટાફના માણસોને કેલનપુર આઉટ પોસ્ટની સામે ડભોઇ - વડોદરા રોડ પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યાં પહોંચીને પોલીસ જવાનો વોચમાં ગોઠવાયા હતા. દરમિયાન બાતમીને મળતી આવતી કાર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ઉભી રાખવામાં આવી હતી. તેમાં તપાસ કરતા ઠાંસી ઠાંસીને ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ચાર વોન્ટેડ જાહેર
ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 2.88 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કાર, મોબાઇલ મળીને કુલ રૂ. 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપી હિરેન જગદીશભાઇ પટેલ (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, કમલાનગર, આજવા રોજ) અને ભરતભાઇ પોહલાભાઇ રાઠવા (રહે. ડુંગરગામ, ચણોઠિયા ફળિયું, છોટાઉદેપુર) ની ધરપકડ કરી છે. જ્યારે સંજયભાઇ હરસીંગભાઇ રાઠવા (રહે. ડુંગરગામ, કવાંટ - છોટાઉદેપુર), પ્રકાશ ગજેન્દ્રભાઇ રાઠવા (રહે. કવાંટ, છોટાઉદેપુર), મયુરભાઇ પારસિંગભાઇ રાઠવા (રહે. રંગપુુર, છોટાઉદેપુર) અને મુદ્દામાલ આપવનાર વિકાશ ચૌહાણનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી બે દર્દીઓને નવજીવન મળ્યું