Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત પોલીસ કર્મીઓ સન્માનિત

VADODARA : પોલીસ (POLICE) ની નોકરીમાં ફરજ દરમિયાન સતત તણાવમાં રહેવું પડે તેવી સ્થિતી હોય છે. ત્યારે ફરજની સાથે સ્પોર્ટ્સમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળનારા પોલીસ જવાનોનો શહેર પોલીસ કમિશનર (VADODARA POLICE) દ્વારા સન્માનિત કરવામાં...
vadodara   રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત પોલીસ કર્મીઓ સન્માનિત

VADODARA : પોલીસ (POLICE) ની નોકરીમાં ફરજ દરમિયાન સતત તણાવમાં રહેવું પડે તેવી સ્થિતી હોય છે. ત્યારે ફરજની સાથે સ્પોર્ટ્સમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળનારા પોલીસ જવાનોનો શહેર પોલીસ કમિશનર (VADODARA POLICE) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. શહેરના નવાપુરા પોલીસ મથક (NAAVAPURA POLICE STATION) ના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ. એલ. આહીરે રાષ્ટ્રીય કક્ષાની સ્વીમીંગ ચેમ્પીયનશીપ ગેમ્સમાં 9 ગોલ્ડ તથા અનેક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે અનાર્મ એલ આર ડી રાહુલભાઇ બળદેવભાઇએ પાવર લિફ્ટીંગમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

Advertisement

અન્ય માટે રાહ ચિંધ્યો

વડોદરામાં 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પ્રસંગે શહેરના વિવિધ તેજસ્વી સરકારી કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તે પૈકી શહેર પોલીસ કમિશનર દ્વારા નવાપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ. આહીર તથા અનાર્મ લોક રક્ષક રાહુલભાઇ બળદેવભાઇનું સન્માન કરી પ્રશંસાપત્ર એનાયત કર્યા હતા. તણાવભરી ફરજ વચ્ચે બંને દ્વારા સ્પોર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવીને અન્ય માટે રાહ ચિંધ્યો હોવાનું તેમની કહાની વર્ણવી રહી છે.

પ્રશંસાપત્ર એનાયત

નવાપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એલ. આહીર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સ્વીમીંગ ચેમ્પીયનશીપમાં 9 ગોલ્ડ મેડલ, 4 - સીલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધીને બિરદાવતા શહેર પોલીસ કમિશનર દ્વારા તેમને સ્વાતંત્રતા દિને પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. તેમની સાથે અનાર્મ લોક રક્ષક રાહુલભાઇ બળદેવભાઇને પાવર લિફ્ટીંગ ચેમ્પીયનશીપમાં 66 કિલો પાવર લિફ્ટીંગ કેટેગરીમાં 2 ગોલ્ડ મેડલ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું છે. ફરજ સાથે સ્પોર્ટ્સમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા જવાનોનું સન્માન અન્યને પણ તે દિશામાં આગળ વધવા પ્રેરણા આપે તેવું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો સાથે સાંસદનો સંવાદ

Advertisement
Tags :
Advertisement

.