Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મંદિરમાં મારામારી કરતા મૂર્તિ ક્ષતિગ્રસ્ત, સ્થાનિકોમાં રોષ

VADODARA : વડોદરા (VADODARA) ના તુલસીવાડી વિસ્તારમાં આવેેલા વડેશ્વર હનુમાનજી મંદિરમાં ચાર જેટલા શખ્સો મારામારી કરતા ઘૂસ્યા હતા. મંદિરમાં એકબીજા પર હુમલો કરતા ઇંટો તથા અન્ય છુટ્ટુ મારવાના કારણે ભગવાનની મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેને પગલે સ્થાનિકોમાં આવા તત્વો સામે...
vadodara   મંદિરમાં મારામારી કરતા મૂર્તિ ક્ષતિગ્રસ્ત  સ્થાનિકોમાં રોષ

VADODARA : વડોદરા (VADODARA) ના તુલસીવાડી વિસ્તારમાં આવેેલા વડેશ્વર હનુમાનજી મંદિરમાં ચાર જેટલા શખ્સો મારામારી કરતા ઘૂસ્યા હતા. મંદિરમાં એકબીજા પર હુમલો કરતા ઇંટો તથા અન્ય છુટ્ટુ મારવાના કારણે ભગવાનની મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેને પગલે સ્થાનિકોમાં આવા તત્વો સામે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ અનુસાર, આ તમામ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

Advertisement

છુટ્ટી વસ્તુઓ ફેંકી એકબીજાને મારી

વડોદરામાં ગતરોજ ગણેશજીના વિસર્જનની રાત્રીએ તુલસીવાડી વિસ્તારમાં લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના સામે આવી છે. તુલસીવાડી વિસ્તારમાં આવેલા વડેશ્વર હનુમાનજીના મંદિરમાં ચાર જેટલા શખ્સો એકબીજા જોડે મારામારી કરતા ઘૂસ્યા હતા. ત્યાર બાદ છુટ્ટી વસ્તુઓ એકબીજાને ફેંકીને મારતા ભગવાનની મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સ્થાનિકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

માથા પર ફટકો મારતા સાત ટાંકા આવ્યા

સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, આ તુલસીવાડી વિસ્તારનું વડેશ્વર હનુમાનજીનું મંદિર છે. અમે ગઇ કાલે રાત્રે અમારા ગણેશજીનું વિસર્જન કરવા માટે નિકળ્યા હતા. પાછળથી ત્રણ-ચાર લોકો આવ્યા હતા, શું મગજમારી હતી, કે અદાવત હતી તે અમને ખબર નથી. તેઓ લડતા લડતી મંદિરમાં ઘૂસ્યા. પથ્થરો માર્યા, પીપળો માર્યો જેથી ભગવાનની મૂર્તિ ક્ષતિગ્રસ્ત થઇ છે. આ ઘટનાને પગલે બધામાં દોડાદોડ થઇ ગઈ હતી. પોલીસ વાળાને જાણ થતા તેઓ આવીને જતા રહ્યા છે. અમારા વિસ્તારના વડીલ મંદિરમાં તોડફોન ના કરશો તેમ કહેવા ગયા ત્યાં તો તેમના માથા પર ફટકો મારતા સાત ટાંકા આવ્યા છે. અમારે ન્યાય જોઇએ છે.

તાત્કાલિક પગલાં ભરાવવા જોઇએ

સ્થાનિક અગ્રણી ચંદ્રકાંત વસાવાએ જણાવ્યું કે, આ લોકો ડીજેમાં લડતા લડતા મંદિરમાં ઘુસી ગયા હતા. તેમને રોકવા જતા એક વડીલને માથામાં માર મારતા તેમને ટાંકા આવ્યા છે. ભગવાન જોડે તેમણે આવું કૃત્ય કરવાની કોઇ જરૂર ન્હતી. તેઓ ચાર જણા હતા, કેશનકુમાર, મોહન કુમાર તેમના પુત્ર અને રાકેશ સોલંકી. આ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.આ લોકો સામે તાત્કાલિક પગલાં ભરાવવા જોઇએ.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "વાતો કરે વાયડા, કરી બતાવે..."DJ માં ઉશ્કેરાટભર્યુ ગીત વાગતા ધીંગાણું

Tags :
Advertisement

.