VADODARA : જિલ્લાના વાઘોડિયા ખાતે ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચિકલીગર ટીમના ત્રણ વ્યક્તિ ઝડપાયા
અહેવાલ - પીન્ટુ પટેલ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિકલીગર ટોળકીના ત્રણ ઇસમોને વાઘોડિયાથી ધીરજ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ ચિકલીગર ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બંઘ મકાનોને ટાર્ગેટ બનાવતાં હતાં. બંધ મકાનોને જ ટાર્ગેટ...
Advertisement
અહેવાલ - પીન્ટુ પટેલ
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે સિકલીગર ટોળકીના ત્રણ ઇસમોને વાઘોડિયાથી ધીરજ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ આ ચિકલીગર ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બંઘ મકાનોને ટાર્ગેટ બનાવતાં હતાં.
બંધ મકાનોને જ ટાર્ગેટ બનાવીને સોના - ચાંદીના દાગીનાઓની ચોરી કરતા
જાણવા મળતી માહિતી મુજબ આ ચિકલીગર ગેંગ વડોદરા શહેર અને ગ્રામ્યમાં માત્ર બંધ મકાનોને જ ટાર્ગેટ બનાવીને સોના - ચાંદીના દાગીનાઓની ચોરી કરતા હતા. જે ટીમના ત્રણ જેટલા ઈસમોને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે ઝડપી પાડ્યા હતા.
69,750 ના મુદ્દામાલ સાથે ૩ ઇસમોની ઘડપકડ
વાઘોડિયા ધીરજ ચોકડી પાસેથી સિકલીગર ગેંગના 3 જેટલાઇસમો ને ઝડપી પાડયા, જેમાં કિરપાલસિંહ ઉર્ફે પાલેસિંગ કોયલી વડોદરા, રાજા સિંહ ડેસર અને ભીલસીંગ ઉફૅ સંતોકસિંહ સેવાલિયા જેઓએ વાઘોડિયામાં એક, પાદરામાં બે, ભાદરવામાં બે,આણંદમાં એક તથા વડોદરા શહેરમાં 7 તેમજ ગોધરામાં બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. આ ઈસમો પાસેથી ચોરી કરવાના સાધનો બાઇક, મોબાઇલ તેમજ રોકડમળી 69,750નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યોહતો.
ચોરીના મુદ્દામાલને ત્રાજવે તોલી ભાગ પાડતા ચોર
આ ત્રણેય ઈસમો ચોરી કરેલા ઘરેણાં સરખે ભાગે વહેંચી લેતા હતા. ચોરીના દાગીના સાવલીના સલીમ સોની, વડોદરા ફતેપુરાના અમિત પરિહાર તથા સરદાર એસ્ટેટના નિલેશ સોનીને વેચી દેતા હતા. આ ત્રણ ઈસમો પૈકી બે ઈસમોએ વાઘોડિયાના માડોધર ગામે ધનતેરસના તહેવારનો પણ લાભ ઉઠાવી ધનતેરસની રાત્રે બંધમકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ભેદ ઉકેલ્યો હતો.
તેમનું પગેરું વડોદરા ગ્રામ્ય એલસીબીએ શોધી કાઢ્યું હતું. જેઓએ વિવિધ જગ્યાએ ચોરીના ગુનાની આશરે 10 લાખ સુધીની કબૂલાત આરોપીએ કરી છે. હજુ પણ ઘણા બધા ચોરીના ભેદ ઉકેલાયતેવી શક્યતા વર્તાઈ રહી છે. સિકલીગર ગેંગનાત્રણ સભ્યોની ધરપકડ બાદ ચોરીના ગુનામાં સંડોવાયેલા વધુ ઈસમો સુધી નામ ખુલતાં પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.