ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લેતા શાસકો સામે ફરિયાદની તજવીજ

VADODARA : વડોદરા (VADODARA) માં રખડતા ઢોરે (STRAY CATTLE) વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સ્માર્ટ સિટી (SMART CITY - VADODARA) ના શાસકો શહેરવાસીઓને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે વૃદ્ધના પુત્રએ આજે કારેલીબાગ પોલીસ...
06:17 PM Oct 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં રખડતા ઢોરે (STRAY CATTLE) વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સ્માર્ટ સિટી (SMART CITY - VADODARA) ના શાસકો શહેરવાસીઓને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે વૃદ્ધના પુત્રએ આજે કારેલીબાગ પોલીસ મથકમાં પહોંચીને પાલિકાના શાસકો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

કૃત્ય તેણે ઇરાદા પૂર્વક કર્યું

સમગ્ર મામલાને લઇને ફરિયાદી વિરાજ ભટ્ટે જણાવ્યું કે, 9, ઓક્ટોબરના રોજ નવરાત્રી હોવાથી મારા પિતા મારી દિકરીને ગરબા રમવાના સ્થળેથી લેવા માટે જઇ રહ્યા હતા. જતી વખતે કારેલીબાગ વિસ્તારના આનંદ નગર પાસે હનુમાનજીના મંદિર પાસે, ગૌ પાલકે ગાયો ભગાડી હતી. તે કૃત્ય તેણે ઇરાદા પૂર્વક કર્યું હોવાનું લાગી રહ્યું છે. કારણકે તે સમયે કોઇ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી ન્હતી. દોડતી ગાય આવીને મારા પિતાના એક્ટીવાને અથડાઇ હતી. જેથી તેઓ રોડ પર પટકાયા હતા. તેમને આખા શરીરે માર વાગ્યો છે.

બાથરૂમ જવું હોય તો પણ તેમને ટેકો આપવો પડે તેવી સ્થિતી

વધુમાં જણાવ્યું કે, ખાનગી દવાખાનામાં કહ્યું કે, એક દિવસના આઇસીયુનો રૂ. 35 હજારનો ખર્ચ થશે. એસએસજી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. હમણાં તેઓ ઘરે છે. તેમની તબિયત દિવસેને દિવસે બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે. તેમણે બાથરૂમ જવું હોય તો પણ તેમને ટેકો આપવો પડે તેવી સ્થિતી છે. હવે આ મુદ્દે કાયદાકીય પગલાં લેવાના ભાગરૂપે હું કારેલીબાગ પોલીસ મથક આવી પહોંચ્યો છું. ભૂતકાળમાં ગાયોના અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. તેની અડફેટે લોકોએ આજીવન ખોડખાંપણ રહી ગઇ હોવાનું પણ આપણે જાણીએ છીએ. પરંતુ કોઇ નક્કર એક્શન લેવામાં આવતું નથી.

ગૌચરની જમીન પર હવે મોટા મોટા કોમ્પલેક્ષ ઉભા છે

આખરમાં જણાવ્યું કે, તેઓ એસી કેબિનમાં બેસીને મલાઇ ખાઇ રહ્યા છે. શહેરનો વિકાસ થયો છે. ગૌચરની જમીન પર હવે મોટા મોટા કોમ્પલેક્ષ ઉભા છે. આજે હું પાલિકાના અધિકારીઓ પર ફરિયાદ કરવા માટે આવ્યો છું. મારા પિતા મરતા-મરતા બચ્યા છે. મારી દિકરીને લઇને પાછા આવતા જો આ ઘટના ઘટી હોત તો તેની શું હાલત થઇ હોત ! આવું કોઇ બીજા જોડે ના થાય તે માટે હું પોલીસ મથક આવ્યો છું.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો, મૃતદેહનું રેસ્ક્યૂ

Tags :
AccidentAGECattlefaceinjuriesmanmultipleOLDstrayVadodara
Next Article