Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જોડે "ભંગાર" જેવો વ્યવહાર

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ફાયર એક્સ્ટીંગ્યુશર સહિતના ફાયર સેફ્ટી સાથે ભંગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયર સેફ્ટીના સાધનોને બીજા માળેથી ટેમ્પામાં...
vadodara   ssg હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જોડે  ભંગાર  જેવો વ્યવહાર

VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ફાયર એક્સ્ટીંગ્યુશર સહિતના ફાયર સેફ્ટી સાથે ભંગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ફાયર સેફ્ટીના સાધનોને બીજા માળેથી ટેમ્પામાં ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના અંગે આરએમઓ દ્વારા મીડિયાને જણાવાયું કે, તેઓ આ વાતથી અજાણ છે. અને આ મામલાની તપાસ કરવામાં આવશે. એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને અવાર-નવાર ચર્ચામાં આવતી હોસ્પિટલની આ ઘટનાએ સૌ કોઇને વિચારતા કરી દીધા છે.

Advertisement

અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે

વડોદરામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ ઉત્તમ ટ્રીટમેન્ટ માટે વખણાતી હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. અને સાજા થઇને જાય છે. બીજી હકીકત તેવી પણ છે કે, એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના અભાવે વડોદરા ફાયર વિભાગ દ્વારા અનેક વખત અગાઉ નોટીસો પણ પાઠવવામાં આવી છે. તેવામાં સૌને અચરજમાં મુકે તેવી ઘટના સામે આવી છે.

Advertisement

બિંદાસ્ત પણે આ કાર્ય કરવામાં આવ્યું

એસએસજી હોસ્પિટલના ત્તાક્લીક સારવાર વિભાગના વોર્ડના બીજા માળેથી ફાયર એક્સ્ટીંગ્યુશર સહિતના ફાયર સેફ્ટીના સાધનોને ટેમ્પામાં ફેંકીને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો હાલ સપાટી પર આવવા પામ્યો છે. આ કાર્ય સમયે નજીકનો રોડ-રસ્તો બંધ કરવામાં આવ્યો ન્હતો. ફાયર એક્સ્ટીંગ્યુશરનો બોટલ જો છટકીને કોઇને વાગે તો તેવી શક્યતાઓ આ તબક્કે નકારી શકાય તેમ ન્હતી. છતાં બિંદાસ્ત પણે આ કાર્ય કરવામાં આવ્યું હોવાનું વીડિયોમાં જોઇ શકાય છે.

Advertisement

જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી

ફાયર એક્સ્ટીંગ્યુશર સહિતના ફાયર સેફ્ટીના સાધનો જોડે ભંગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે. આ અંગે મીડિયા દ્વારા હોસ્પિટલના આરએમઓને પુછવામાં આવતા તેમણે આ વાતથી અજાણ હોવાનુ જણાવ્યું હતું. સાથે જ આ મામલે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો : VADODARA : વરસતા વરસાદે રોડનું કારપેટીંગ જારી, તંત્રની "સ્માર્ટનેસ" વાયરલ

Tags :
Advertisement

.