VADODARA : SSG હોસ્પિટલમાં તબિબો દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન, વિરોધ જારી
VADODARA : કલકત્તામાં મહિલા તબિબ જોડે દુષ્કર્મ બાદ હત્યા (Kolkata doctor rape case) મામલે દેશભરમાં વિરોધ જારી છે. ત્યારે આજે વિરોધના ત્રીજા દિવસે વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) માં તબિબો દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. તબિબો દ્વારા કોઇ પણ દર્દીએ પરેશાન ન થવું પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સતત ત્રીજા દિવસે વિરોધ જારી
કલકત્તામાં મહિલા ડોક્ટર જોડે જઘન્ય ઘટના બાદ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અને તબિબોના સંગઠન દ્વારા એકત્ર થઇને સુરક્ષા માટે કાયદો સહિત અન્ય સુરક્ષાના ઉપાયોની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડોદરામાં સતત ત્રીજા દિવસે વિરોધ જારી છે. તેવામાં જેડીએ સંગઠન દ્વારા એસએસજી હોસ્પિટલના પરિસરમાં સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે.
ડોક્ટર્સે ભગવાન સહારો લેવો પડે તેવી સ્થિતી
આ અંગે તબિબ સંગઠન જેડીએ ના અગ્રણી જણાવ્યું કે, આજે એસએસજી હોસ્પિટલમાં તબિબ સંગઠન દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને સુરક્ષા, સેવા અને કામ કરવા ઇચ્છે છે. કલકત્તાની ઘટનામાં પીડિતાની આત્માને શાંતિ મળે, પીડિતાના પરિવારને ન્યાય મળે, અમારી માંગણી સંતોષાય તે માટે ભગવાન અમને આત્મબળ પૂરૂ પાડે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા માટે અમારે ડોક્ટર્સે ભગવાન સહારો લેવો પડે તેવી સ્થિતી છે. ભગવાન અમારે હોસ્પિટલની સિક્યોરીટી સઘન બનાવવાની જે અરજ છે, તેમાં અમારી સાથે રહે તેવી પ્રાર્થના છે. અમે જાહેર જનતાને પણ જોડાવવા માટે અપીલ કરીએ છીએ.
કડક કાયદો હોવો જ જોઇએ
મહિલા તબિબે જણાવ્યું કે, કલકત્તામાં જે ઘટના બની છે, તેનાથી આપણે વાકેફ છીએ. પરિવારને હજી ન્યાય નથી મળી રહ્યો. તેને જે પીડા પહોંચી હશે, તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેમ છતાં તેની આત્માને શાંતિ મળે, અને ભવિષ્યમાં આવી કોઇ પણ પ્રકારની ઘટના ન બને તે માટે અમે સુંદરકાંડનું આયોજન કર્યું છે. છતાં સુરક્ષા માટે કડકમાં કડક પહલાં લેવા પડશે, હોસ્પિટલ કેમ્પસ, લાઇટીંગ અને યોગ્યરીતે કામ કરતા સીસીટીવી આટલું તો હોવું જ જોઇએ. અન્ય કોઇ પણ પ્રોફેશન માટે ઓન ડ્યુટી કંઇ થાય તો કડક કાર્યવાહીની જોગવાઇઓ છે, ખાલી ડોક્ટર્સ માટે જ કડક કાયદાઓ નથી. જેથી લોકો ડોક્ટર્સ જોડે કંઇ પણ કરીને જતા રહે છે. કોઇ પણ વ્યક્તિ આવું કરતા પહેલા વિચારે તેવો કડક કાયદો હોવો જ જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : સરકારી હોસ્પિટલમાં સ્ટ્રેચર અને વ્હીલચેર પર "પોટલાઓ"ની જમાવટ