Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : SSG હોસ્પિટલમાં સુરક્ષા માટે 7 મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહીની માંગ

VADODARA : કલકત્તાની મેડિકલ કોલેજમાં તબિબિ વિદ્યાર્થીની જોડે દુષ્કર્મ (Kolkata doctor's rape-murder case:) બાદ તેની હત્યાના મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યા છે. તેમાં વડોદરા (VADODARA) ની બે સરકારી મેડિકલ કોલેજને તબિબિ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ...
vadodara   ssg હોસ્પિટલમાં સુરક્ષા માટે 7 મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહીની માંગ

VADODARA : કલકત્તાની મેડિકલ કોલેજમાં તબિબિ વિદ્યાર્થીની જોડે દુષ્કર્મ (Kolkata doctor's rape-murder case:) બાદ તેની હત્યાના મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યા છે. તેમાં વડોદરા (VADODARA) ની બે સરકારી મેડિકલ કોલેજને તબિબિ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ કાર્યક્રમો આપીને આ વિરોધ ચાલી રહ્યો છે. અને એસએસજી હોસ્પિટલમાં પણ તબિબોની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આજે તબિબિ સંગઠન જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન દ્વારા 7 મુદ્દાઓને લઇને કાર્યવાહી કરવા માંગ કરતી પ્રેસ રીલીઝ જારી કરી છે. જેમાં તમામ મુદ્દાઓ વિગતવાર સમજાવ્યા છે.

Advertisement

વાંચો મુદ્દાઓ

જુનિયર ડોક્ટર્સ એસો. દ્વારા મુકવામાં આવેલી માં અનુસાર, એસએસજી હોસ્પિટલના પરિસરમાં સિક્યોરીટી જવાનોની સંખ્યામાં વધારો, હોસ્પિટલ કેમ્પસમાં કાયમ માટે શી ટીમની તૈનાતી, 24 / 7 કેપ્પસમાં પોલીસ સ્ટેશન, કેમ્પસમાં જરૂરી લાઉટીંગની સુવિધાઓ, સીસીટીવીનું વ્યાપક નેટવર્ક કવરેજ, પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ, આયાત કરવામાં આવેલી સેવાઓના કામ-કાજ પર સતત દેખરેખના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ત્વરીત પગલાં લેવા માટેની અરજ

પ્રેસ રીલીઝમાં જણાવ્યા પ્રમાણે, સુરક્ષાના કારણોસર અમારા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમારી ઉપરોક્ત જણાવેલી માંગો સત્વરે પૂર્ણ કરવામાં આવે. અમારી માંગો પૂર્ણ થતા જ અમે વિરોધ બંધ કરી દઇશું. સત્તાધીશોને માંગ પૂરી કરવા માટે અને ત્વરીત પગલાં લેવા માટેની અરજ છે. ઉપરોક્ત પગલાં લેવાથી તબિબો, મેડિકલ સ્ટાફ અને દર્દીઓના સગાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે.

Advertisement

છુટ્ટાહાથે મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે

જો કે, એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માટે પગલાં લેવા જોઇએ તેવું તો સૌ કોઇ માને છે. અવાર-નવાર એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ બહાર તથા અન્યત્રે છુટ્ટાહાથે મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે તબિબો દ્વારા કરવામાં આવેલી માંગ પૂર્ણ થવી જરૂરી છે.

આ પણ વાંચો -- VADODARA : પાડોશીની બર્બરતા, સાસુની નજર સામે જમાઇએ દમ તોડ્યો

Advertisement

Tags :
Advertisement

.