Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શેરી ગરબામાં વ્હીસ્કીની બોટલથી લઇને વિવિધ વેષભૂષામાં સજ્જ ખેલૈયાઓ રમ્યા

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ગરબા (GARBA - 2024) રમવાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગતરાત્રે શરદપૂર્ણિમા નિમિત્તે વડોદરાના સિટી વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ વિવિધ પ્રકારની વેશભૂષામાં સજ્જ થઇન ગરબે ઘૂમ્યા...
vadodara   શેરી ગરબામાં વ્હીસ્કીની બોટલથી લઇને વિવિધ વેષભૂષામાં સજ્જ ખેલૈયાઓ રમ્યા

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ગરબા (GARBA - 2024) રમવાનું આયોજન કરવામાં આવતું હોય છે. ગતરાત્રે શરદપૂર્ણિમા નિમિત્તે વડોદરાના સિટી વિસ્તારમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ વિવિધ પ્રકારની વેશભૂષામાં સજ્જ થઇન ગરબે ઘૂમ્યા હતા. દરમિયાન એક ગરબા ખેલૈયાએ વ્હીસ્કીની બોટલનો ગેટઅપ (WHISKEY BOTTLE GETUP GARBA) ધર્યો હતો. જેને જોઇને લોકોમાં તથા આયોજકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ગરબા આયોજકોનો દાવે છે કે, તેઓ વિતેલા 45 વર્ષથી શરદોત્સવ નામથી શરદપૂર્ણિમાની રાત્રીએ ગરબાનું આયોજન કરી રહ્યા છે.

Advertisement

શેરી ગરબા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાને ગરબાની રાજધાની કહેવું સહેજ પણ ખોટું નથી. વડોદરામાં નવરાત્રી પર વિશ્વના સૌથી મોટા ગરબા થાય છે, જેમાં હરોળબદ્ધ રીતે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મોટા મેદાનમાં એક સાથે ગરબા રમે છે. વડોદરામાં ગરબા રમવા અને તેને જોવાને એક લ્હાવો છે. હાલમાં જ નવરાત્રી પૂર્ણ થઇ છે. નવરાત્રી બાદ શરદપૂર્ણિમાએ ગરબાનું આયોજન થતું હોય છે. ગતરોજ શહેરના સિટી વિસ્તારમાં શેરી ગરબા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા ખેલૈયાઓનો વિવિધ પ્રકારનો પોશાક ચર્ચાનો વિષય બન્યો છે. ખેલૈયાઓએ વ્હીસ્કીની બોટલથી લઇને યમરાજ સુધી વિવિધ પ્રકારનો ગેટઅપ ધારણ કર્યો હતો. જેણે ભારે ચર્ચા જગાવી છે.

Advertisement

કોઇ શંકર ભગવાન બન્યું, તો કોઇ પુરૂષ મહિલા બન્યો

આયોજકે મીડિયાને જણાવ્યું કે, કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા વર્ષોથી શરદ પૂનમ નિમિત્તે વેશભૂષા સાથે ઉજવવામાં આવે છે. અને લોકો ઉત્સાહથી શરદોત્સવમાં જોડાય છે. કોઇ શંકર ભગવાન બન્યું છે, કોઇ પુરૂષ મહિલા બન્યો છે, નાના બાળકો રામ-સિતાજીના વેશભૂષામાં છે. કોઇ આદિવાસી બન્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે વિતેલા બે મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. ઘણો સમય આપવો પડે છે અમારે. આ શેરી ગરબાને 45 વર્ષ જેટલો સમય થઇ ગયો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખનીજ માફિયાઓ પર ગાળિયો કસવાની સાંસદની રજુઆત રંગ લાવી

Tags :
Advertisement

.